HomeGujaratમોરબીમાં ઘરની બહાર ઉભેલા મહિલા ના ગળામાંથી સોનાનો ચેન-પેન્ડલ ચોરી કરી સમડી...

મોરબીમાં ઘરની બહાર ઉભેલા મહિલા ના ગળામાંથી સોનાનો ચેન-પેન્ડલ ચોરી કરી સમડી ગેંગ ફરાર

મોરબી શહેરમાં અવારનવાર મહિલાઓને ટાર્ગેટ કરી તેમની નજર ચૂકવી સોનાના દાગીનાઓની ચીલ ઝડપ કરતી સમડી ગેંગે ફરી એકવાર મોરબીમાં પોતાના લક્ષણો ઝળકાવ્યા હતા અને મોરબી શહેરના ચિત્રકૂટ સોસાયટી નજીક ઘરની પાસે ઊભેલી ત્રણ મહિલાઓ પૈકી એક મહિલાની નજર ચૂકવી આ સાંભળી ગેંગે રૂપિયા 75 હજારની કિંમતના સોનાના ચેન તેમજ પેન્ડલની ચીલ ઝડપ કરી જે બાઈકમાં આવ્યા હતા તે જ બાઈકમાં અચાનક ગુમ પણ થઈ ગયા હતા બનાવ બાદ મહિલાએ ગુમાબૂમ કરી હોવા છતાં બંને આરોપીઓ લોકોની નજર ચૂકવવી નીકળી જવામાં સફળ થયા હતા
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ચિત્રકૂટ સોસાયટી માં રહેતા જોશનાબેન અંબારામ રંગપરિયા દૂધીબેન પીતાંબરભાઈ ભૂત તેમજ દયાબેન કિશોરભાઈ કાસુન્દ્ર નામની ત્રણ મહિલા ઘર બહાર ઉભી હતી તે દરમિયાન એક ડબલ સવારી બાઈક અચાનક આવી ચડ્યું હતું અને જોશનાબેન કાંઈ સમજે તે પહેલા જ તેમના ગળામાં રહેલું રૂપિયા 60,000 ની કિંમતનો સોનાનો ચેન અને શ્રીનાથજી ની પ્રતિમા વાળું પેન્ડલ મળી કુલ રૂપિયા 75 હજારની સોનાનો ચેન અને પેન્ડલ ને શેરવી લીધો હતો ઘટના બાદ દુધી બહેનને ગુમા ગુમ કરી મૂકી હતી જોકે પહેલા સમરી ગેંગના બંને શખ્સો ગણતરીની સેકન્ડમાં ત્યાંથી ગુમ થઈ ગયા હતા બનાવ બાદ મહિલાએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરા તેમજ સર્વેન્સ ટીમને એક્ટિવ કરી બંને શખ્સની શોધખોળ હાથ કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW