ગાંધીનગર પોલીસે મેટ્રો કન્સ્ટ્રક્શન સાઈટમાંથી 715 કિલો લોખંડના સળિયા અને 55,000 રૂપિયાના પાઈપની ચોરી કરવા બદલ ત્રણ લોકોની અટકાયત કરી છે. ચોરી કર્યા બાદ પછી ત્રણેય ચોર તેમની કારમાં સ્થળ પરથી ભાગી રહ્યા હતા જ્યારે કાર એક પોલ અથડાઈ હતી. ગાંધીનગરના ધોળકુવા ખાતે રવિવારે વહેલી સવારે આ ઘટના બની હતી. મેટ્રો કન્સ્ટ્રક્શન સાઇટની સિક્યુરિટી એજન્સીના માલિક અશોક બ્રહ્મભટ્ટે રવિવારે ઇન્ફોસિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ચાંદલોડિયાના રહેવાસી અશોક બ્રહ્મભટ્ટે પોલીસને જણાવ્યું કે તેણે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો કન્સ્ટ્રક્શન સાઇટ પર 35 ગાર્ડ તૈનાત કર્યા છે. રવિવારે વહેલી સવારે બ્રહ્મભટ્ટની એજન્સીના સુપરવાઈઝરે તેમને ફોન કરીને ચોરીની ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું કે કેટલાક અજાણ્યા લોકો કારમાં સ્થળ પર પહોંચ્યા અને બાંધકામના કામ માટે ઉપયોગમાં લેવાતા લોખંડના સળિયા અને પાઈપોની ચોરી કરી ઉપાડી લઇ ગયા.

