વિધાનસભા ચુંટણી નજીક આવતા હવે રાજકીય પક્ષમાં વિવિધ સેલના ખાલી પડેલા હોદા ભરવા તેમજ નવા સેલ અને હોદેદારો નીમવાની કામગીરી ઝડપી બની છે ત્યારે આજે મોરબી જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા પદાધિકારીઓ સાથે વિચાર–વિમર્શ અને પરામર્શ કરીને મોરબી તાલુકા ભાંજપ વિવિધ સેલની નિમણુંક કરવામાં આવી છે.
મોરબી તાલુક ભાજપના એસ.એમ. સેલના કન્વીનર, કેતનભાઈ અઘારા તથા સહ કન્વીનર હર્ષદભાઈ હળવદીયા, સાગર વી. જાકાસણીયા, મુકેશ આર. માકાસણા, વિનોદ જી. ઘોડાસરા, યાજ્ઞવલ્કય જોષી, હિતેશભાઈ ભુત, કૌશિકભાઈ પરમાર, કેશુભાઈ કે. પરમાર તેમજ આઈ.ટી. સેલ – મોરબી તાલુકાના કન્વીનર ભાવેશભાઈ વરસડા, સહ કન્વીનર રોહીતભાઈ પટેલ તથા મીડીયા સેલ – મોરબી તાલુકાના કન્વીનર ચંદ્રેશભાઈ ઓધવીયા, સહ કન્વીનર મયંકભાઈ દેવમુરારી, પાર્થભાઈ વ્યાસ, સહકારીતા સેલ – મોરબી તાલુકાના કન્વીનર પરસોત્તમભાઈ કૈલા, સહ કન્વીનર નવિનભાઈ ફેફર, લીગલ સેલ – મોરબી તાલુકાના કન્વીનર નિશીથભાઈ પંડયા, ડોકટર સેલ – મોરબી તાલુકાના કન્વીનર ડૉ.નરેન્દ્રભાઈ પટેલ, સહ કન્વીનર ડો. નિલેશભાઈ કાવર, ડો. દિપકભાઈ કાવર, શિક્ષક સેલ – મોરબી તાલુકાના કન્વીનર ભુપતભાઈ બાવરવા,સહ કન્વીનર કાંતિલાલ ગામી, માલધારી સેલ – મોરબી તાલુકાના કન્વીનર સવજીભાઈ હણ, સહ કન્વીનર વિનોદભાઈ અજાણા, રાજભાઈ ગમારા, વણાટ કામ-મોરબી તાલુકાના કન્વીનર જયંતિલાલ સોલંકી, સહ કન્વીનર, બાબુભાઈ સોલંકી, રમત-ગમત સેલ – મોરબી તાલુકાના કન્વીનર નિલેશભાઈ કાલરીવા, સહ કન્વીનર તરીકે વિપુલભાઈ સંતોકીની વરણી કરવામાં આવી છે.


