HomeGujaratરાજકોટ GST ટીમનું મોરબીમાં ઓચિંતું ચેકીંગ, 7 ટ્રક ડિટેઈન

રાજકોટ GST ટીમનું મોરબીમાં ઓચિંતું ચેકીંગ, 7 ટ્રક ડિટેઈન

મોરબી જીલ્લામાં અવારનવાર સેન્ટ્રલ અને સ્ટેટ જીએસટીની ટીમ દ્વારા કરચોરીની આશંકાએ ઓચિંતું ચેકીંગ કરવામાં આવતું હોય છે જેમાં અનેક વાર નાની મોટી કરચોરી સામે આવતી હોય છે ત્યારે ફરી એકવાર રાજકોટ જીએસટી વિભાગની પ્રિવેન્ટિવ ટીમ દ્વારા મોરબીમાં સોમવારે મોડી રાત્રે સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન અલગ અલગ કંપનીના સાત ટ્રકના ડોક્યુમેન્ટની ચકાસણી કરતા આ ટ્રક શંકાસ્પદ જણાયા હતા. જે બાદ જીએસટી વિભાગની ટીમે સાતેય ટ્રક ડીટેઇન કરીને વધુ તપાસ અર્થે રાજકોટ હેડ ક્વાર્ટર ખાતે લીધે જવામાં આવ્યા હતા. જીએસટી વિભાગના ઓચિંતા ચેકીંગથી કરચોરી કરતા સીરામીક ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આગામી દિવસોમાં જીએસટી વિભાગ દ્વારા વધુ કરચોરી પકડવામાં આવે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW