HomeGujaratઅંતે મોરબી પાલિકાએ અંતે રિલાયન્સ શોપિંગ સેન્ટરનો જર્જરિત ભાગ તોડવા જહેમત ઉઠાવી,...

અંતે મોરબી પાલિકાએ અંતે રિલાયન્સ શોપિંગ સેન્ટરનો જર્જરિત ભાગ તોડવા જહેમત ઉઠાવી, મોડી રાત્રે કામગીરી હાથ ધરી

ટ્રાફિકથી સતત ધમધમતા મોરબી શહેરના ગાંધી ચોક ખાતે આવેલ જર્જરિત ઇમારત ખૂબ લાંબા સમયથી જર્જરિત અવસ્થામાં હતી આ ઇમારત તોડવા અવારનવાર સ્થાનિકો દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી હતી આ ઇમારત એટલી હદે જોખમી બની હતી કે ઉપરના માળ કાયમી ધોરણે બંધ કર્યા હતા તેમ છતાં નીચેની દુકાન કાયમી ધોરણે દુકાનદારો પર જીવનું જોખમ હોવાથી વહેલી તકે શોપિંગ કોમ્પ્લેક્ષ દૂર કરવા અથવા રીપેર કરવામાં આવે તેવી માગણી થઈ હતી અંતે મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા અને તેમની ટીમ દ્વારા કરેલ તપાસમાં આ ઇમારત જોખમી હોવાનું સામે આવતા તુરત આ બાબતને ગંભીરતાથી લીધી હતી અને શનિવારે મોડી રાત્રે ઈમારતનો જોખમી ભાગ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. આ ઈમારતનો જોખમી ભાગ દૂર કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW