HomeGujaratમોરબીના વોર્ડ નંબર 11 માં શહેરી સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

મોરબીના વોર્ડ નંબર 11 માં શહેરી સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

મોરબી શહેરના વોર્ડ નંબર 11 માં આવેલ ખારીવાડી પ્રા શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ વોર્ડ નં.11 નો કાર્યક્રમ મોરબી જિલ્લા વહીવટી તંત્ર તેમજ મોરબી નગરપાલિકા દ્વારા રાખવામાં આવ્યો હતો તે સમયે ભાજપના આગેવાન કે.કે. પરમાર અને સિટી મામલતદાર, નાયબ મામલદાર તેમજ વોર્ડ ના ચારેય કાઉન્સિલર અધિકારીઓએ કર્મચારીગણ ભારતીય પરંપરા મુજબ દીપ પ્રાગટ્ય કરી પુષ્પગુચ્છથી મહેમાનોનું સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અને રોશની ચેરમેન દ્વારા સંબોધન આપ્યું હતું અને સેતુ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો વોર્ડ નંબર 11 ના કાઉન્સિલર કે. કે. પરમાર, માવજીભાઈ કંઝારીયા, રોહિતભાઈ કંઝારીયા અને હર્ષદભાઈ કંઝારીયા, શાળાના પ્રિન્સીપાલ અને શિક્ષકગણ, સિટી મામલતદાર કચેરીની ટીમ અને નગરપાલિકાની ટીમ હાજર રહ્યા હતા અને બહોળી સંખ્યામાં વોર્ડ નં 11 ની સ્થાનિક જનતાએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો. સાથે સાથે સેવા સેતુ અંતર્ગત અહી હેલ્થ ચેક અપ આવક દાખલા તેમજ રાશન કાર્ડને લગતી કામગીરી કરવામાં આવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW