HomeGujaratટંકારાના હડમતિયામાં મેળો માણવા ગયેલ સગીર કપુરિયા કુંડમાં ડૂબ્યો, ફાયરની ટીમને મૃતદેહ...

ટંકારાના હડમતિયામાં મેળો માણવા ગયેલ સગીર કપુરિયા કુંડમાં ડૂબ્યો, ફાયરની ટીમને મૃતદેહ મળ્યો

મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના હડમતીયા ગામમાં આવેલ પાલનપીર જગ્યામાં દર વર્ષે ભાદરવી વદ 9થી 11 એમ ત્રણ દિવસનો મેળો ભરાય છે. જેમાં બોટાદ જીલ્લાના વતની અને હાલ મોરબીના ઈરોઝ સેનેટરી વેર નામની ફેકટરીમાં રહેતો વિજય ભલાભાઈ ચાવડા નામનો સગીર પણ મેળો માણવા ગયો આ મેળાની જગ્યામાં આવેલ કપુરિયા કુંડમાં નાહવા પડ્યો હતો તે દરમિયાન અકસ્માતે ડૂબી ગયો હતો જોકે આ ઘટનાથી પરિવાર અજાણ હોય અને મેળો પૂર્ણ થઈ ગયો હોવા છતાં કોઈ પત્તો ન લગતા અંતે પરીજનોએ તેની શોધખોળ કરી હતી

a દરમિયાન કપુરિયા કુંડમાંથી લાશ હોવાની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી ફાયરની ટીમે મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ મોકલી હતી બનાવ અંગે ટંકારા પોલીસ દ્વારા અકસ્માત મોત અંગે નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW