HomeGujaratમોરબીના ઘુંટુ ગામની નવોદય વિદ્યાલયમાં વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરાઈ

મોરબીના ઘુંટુ ગામની નવોદય વિદ્યાલયમાં વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરાઈ

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ – પ્રાદેષિક કચેરી મોરબી અને ઘુંટુ ગામની નવોદય વિધાલયના સંયુક્ત ઉપક્રમે નવોદય વિધાલયમાં વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરુપે શાળાના બાળકો વચ્ચે “ઓઝોનનું માનવ જીવનમાં મહત્વ” વિશે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકો દ્રારા ઓઝોન વિષે રસસભર વર્ણન થયું હતું. આ કાર્યક્રમમાં કુલ 20 બાળકોએ ભાગ લીધો હતો અને બાળકોને પોતાની વાકછટા મુજબ નંબર આપવામાં આવ્યા હતા જેમાં 5 બાળકોને પસંદ કરીને બક્ષીસ આપીને બીરદાવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત શાળાના બાળકો દ્રારા ઈકોબ્રીક્સ બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ જેમાં પ્લાસ્ટીકની વેસ્ટ બેગ અને વેસ્ટ પોલિથીન કચરો ભેગો કરીને પ્લાસ્ટીકની વેસ્ટ બોટલમાં ઠાંસી ઠાંસી ભરીને ઈકોબ્રીક્સ બનાવીને પર્યાવરણનું અદકેરુ જતન કરવા માટે પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મોરબીના અધિકારીઓ હાજર રહ્યા હતા તેમજ શાળાના સંચાલકો કિરીટભાઇ સાણજા, પરસોતમભાઇ કૈલા, મહેશભાઇ બોપલિયા, કાંતિલાલ ચાવડા સહિતનો શિક્ષકગણ તથા હરેશભાઈ બોપલિયાએ જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW