HomeGujaratશું વાત છે... ઊંઘતી કોંગ્રેસ જાગી ગઈ હો! ઇન્ડિયા એકઝેટ ન્યુઝના અહેવાલ...

શું વાત છે… ઊંઘતી કોંગ્રેસ જાગી ગઈ હો! ઇન્ડિયા એકઝેટ ન્યુઝના અહેવાલ બાદ કલેક્ટરને રજૂઆત

પ્રજાના ટેક્સના પૈસે ચાલતી મોરબી પાલિકાના વાહનો સતાપક્ષ દ્વારા પોતાના પક્ષના પ્રચાર માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.અને આ ઘટના કોઈ પ્રથમ વાર બની હોય તેમ નથી જ્યારે પણ ચૂંટણી નજીક આવતી હોય કે સીએમ પોએમ મોરબીની મુલાકાતે આવતા હોય ત્યારે આ રીતે સરકારી વાહનનો બેફામ ઉપયોગ થતો હોય છે જોકે આવા સમયે કોંગ્રેસ ક્યારેય વિરોધ કરવા આગળ આવતી નથી પરંતુ વરસાદ આવે ત્યારે જેમ દેડકા બહાર નીકળતા હોય તેમ ચૂંટણી આવતા જ કોંગ્રેસના નેતાઓ ટપોટપ રજૂઆત કરવા પહોંચી જાય છે. આવો જ કિસ્સો હાલ મોરબીમાં જોવા મળી રહ્યો છે એક તરફ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડા મોરબીમાં રોડ શો કરવા આવવાના છે. જેને લઈને પ્રજાના પૈસે ચાલતા વાહનોનો દુરુપયોગ કરી ભાજપના ઝંડા લગાડવા માટે નગરપાલિકાના વાહનો દોડાવવામાં આવ્યા છે. સમગ્ર મામલે ઇન્ડિયા એકઝેટની ટીમ દ્વારા અહેવાલ દર્શાવવામાં આવતા જાણે ચૂંટણી નજીક આવી રહી છે જેને લઈને કોંગ્રેસના આગેવાનો જેમ વરસાદ આવ્યો અને દેડકા બહાર નીકળ્યા તેમ ચૂંટણી આવી અને રજૂઆત કરવા દોડી ગયા. વાત તો માત્ર આજકાલની નથી પરંતુ પ્રજાના પૈસાના ચાલતા વાહનોનો ઉપયોગ અગાઉ પણ જોવા મળ્યો હતો તો શા માટે કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં રજૂઆતો કે વિરોધ કરવામાં ના આવ્યો. બસ ચૂંટણી આવી અને કોંગ્રેસ જાગી આવા પણ સવાલો જોવા મળી રહ્યા છે

મોરબી શહેરમાં નગરપાલિકાએ પ્રજાના પૈસાથી જે વાહનો ખરીદેલ છે તે વાહનોનો ગેરઉપયોગ પોતાના પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ આવતા હોય તેને આવકારવાના રોડ ઉપર બેનર અને ઝંડા લગાવવામાં આવેલ છે તે નગરપાલિકાના વાહનો અને માણસો દ્વારા લગાવવામાં આવેલ છે આ વાહનો અને માણસોનો પગાર મોરબીની પ્રજા ના ટેક્સ ભરેલ છે તેમાંથી થાય છે અને વાહનોમાં ડીઝલ પણ મોરબી શહેરની પ્રજાએ ભરેલા ટેક્સમાંથી વપરાય છે તો સતા પક્ષને આ એવો કયો અધિકાર છે કે મોરબી શહેરમાં એમનાઝંડા લગાવવા માટે મોરબી નગરપાલિકાના વાહનો નો ગેર ઉપયોગ શા માટે કર્યો આ વાહનોનો જેને ગેર ઉપયોગ કરેલ છે તેમની પાસેથી ખર્ચના પૈસા વસૂલ કરી જેને સુચના આપેલ છે એવા કર્મચારી હોય કે સુધરાઈ સભ્યો હોય કે અન્ય હોદ્દેદારો હોય તેમની સામે કડકમાં કડક પગલાં લઈ નગરપાલિકાના વાહનોમાં જે ખર્ચાઓ થયેલ છે ડીઝલ અને ડ્રાઇવરના પગારનો તે તેમની પાસેથી વસૂલવો જોઈએ અને જે કોઈ હોદ્દેદારોએ આ બાબતની સૂચના આપી હોય તો તેમની સામે તેમનું સદસ્ય પદ રદ કરવા માટે શહેરી વિકાસ સચિવ્ એ યોગ્ય ભરવા જોઈએ અને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર તાત્કાલિક આ ઝંડા મારતા નગરપાલિકાના કર્મચારી અને નગરપાલિકાના વાહનોને કબજામાં લઈ લેવા જોઈએ તેવ મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રીએ કલેક્ટરને રજુઆત કરી હતી.

અંતે ઉલ્લેખનીય છે કે ઇન્ડિયા એકઝેટ ન્યુઝ દ્રારા મોરબીનગર પાલિકા ના વાહનો દ્રારા શહેરના મુખ્ય માર્ગો પર ઝંડા લગાવી રહ્યા છે તે એહેવાલ રજુ કરતા કોંગ્રેસ જાગી હતી અને તાત્કાલી કલેક્ટર સહીત અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે એક તરફ પ્રજાના ટેક્ષના પૈસાથી ચાલતી નગરપાલિકાના વાહનોનો દુર ઉપયોગ કરી રહ્યા છે તો કોંગ્રેસ પણ જાણે નિરાતે આરામ કરતી હોય તેવી રીતે આરામ કરી રહી છે અને ઇન્ડિયા એકઝેટ ન્યુઝના એહવાલ બાદ જાણે જસ ખાટવા માટે માત્ર રજુઆત કરવા દોડી ગયા હતા.

મોરબી શહેર વર્ષોથી રોડ રસ્તા ભૂગર્ભ ગટર,પાણી સ્ટ્રીટ લાઈટ ટ્રાફિક સહિતની અનેક સમસ્યાનો વર્ષોથી સામનો કરે છે મોરબીની ભોળી જનતાએ ભાજપ અને કોંગ્રેસ બન્ને સમયાંતરે શહેરની સમસ્યા ઉકેલવા ખોબલે ખોબલે મત આપ્યા હતા તેમ છતાં ભાજપ હોય કે કોંગ્રેસ એક પણ લોકોની સમસ્યા નિવારવામાં નિષ્ઠા પૂર્વક પ્રયત્ન કર્યો નથી કોંગ્રેસને 2015માં પ્રજાએ સતાનું સુકાન સોંપ્યું તો માત્ર દોઢ વર્ષમાં આંતરિક લડાઈમાં સતાપલટી ગઈ હતી અને આ દોઢ વર્ષમાં શહેરમાં સમસ્યા નિકાલ માટે કોઈ પગલા ન લેવાયા બીજી તક 2019માં મળી અને ફરી કોંગ્રેસને શાસનની તક મળી તો આ 2.5 વર્ષમાં પ્રજાની હાલત ઉલમાંથી ચુલમાં પડી હોય તેવી થઇ હતી હાલ ભાજપને 52 બેઠક મળી છે કોંગ્રેસ ક્યાંય પાલિકામા નથી તેમ છતાં શહેરની સ્થિતિમાં ખાસ બદલાવ આવ્યો નથી એક બીજા પર આક્ષેપ બાજી કરતા ભાજપ કોંગ્રેસના નેતાને ક્યારેય પ્રજાની સમસ્યા ઉકેલવામાં રસ જ ન હોય તેમ જણાઈ રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW