HomeGujaratCentral Gujaratવિપુલ સામે વિઘ્નો વધ્યા, SIT તપાસમાં ઉતરી

વિપુલ સામે વિઘ્નો વધ્યા, SIT તપાસમાં ઉતરી

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી ધરપકડ કરવામાં આવી હતી. દૂધસાગર ડેરીના ચેરમેન પદે રહી 800 કરોડનો ભ્રષ્ટાચાર આચાર્યો હોવાનો આરોપ છે. તેમના આ ગેરરીતિ કેસમાં SITની રચના ગુજરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે.

કોણ છે ટીમમાં: SITમાં 1 DySP અને ત્રણ PIનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં DYSP આશુતોષ પરમાર, હાર્દિકચાવડા, જે.એમ.ગઢવી અને તોરલ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.પોલીસ જણાવ્યા અનુસાર 800 કરોડ રૂપિયાનું કૌભાંડ છે. જેમાં વિપુલ ચૌધરી, પવન ચૌધરી, ગીતાબેન ચૌધરી સામે ગુનો નોંધાયો છે. CA શૈલેષ પરીખ સામે પણ ફરિયાદ દાખલ થઈ છે.

છેતરપિંડી સાથે: મહેસાણા એસીબીએ ચૌધરી સામે થોડા વર્ષો પહેલા દૂધસાગર ડેરીના ચેરમેન હતા ત્યારે નાણાંકીય ગેરરીતિઓમાં કથિત સંડોવણી બદલ FIR દાખલ કરી હતી. ચૌધરીની પત્ની અને પુત્ર સામે પણ આઈપીસીની કલમો અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW