HomeGujaratમોરબી: રવાપર રોડના ખુલ્લા ખાડામાં વાહન ચાલકો ન ખાબકે તે માટે વેપારીઓ...

મોરબી: રવાપર રોડના ખુલ્લા ખાડામાં વાહન ચાલકો ન ખાબકે તે માટે વેપારીઓ બોર્ડ મૂકી દીધું,

મોરબી નગરપાલિકાના પાપે શહેરના મુખ્યમાર્ગોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે.મોટાભાગના વીસ્તારમાં પેચવર્ક કામગીરી યોગ્ય રીતે કરવામાં ન આવતા થોડા વરસાદમાં ખાડા થઇ ગયા છે તો ક્યાંક ગટરના ઢાકણ ખુલ્લા છોડી દેવામાં આવતા તેમાં વાહન ખાબકવાની ભીતી સેવાઈ રહી છે શહેરમાં છેલ્લા 3-4 દિવસથી રાત્રીના સમયે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે રાતના સમયે મોટા ભાગના માર્ગ જળ મગ્ન થઈ જાય છે તાજેતરમાં લાતી પ્લોટમાં એક સ્થાનિક વ્યક્તિએ ખાડાથી લોકોના બચાવવા વરસતા વરસાદમાં ખુરશી રાખી ત્યાં બેસી ગયા હતા તો આવો બીજો એક બનાવ રવાપર રોડ પર સામે આવ્યો છે જેમાં વરસાદને પગલે પાણી ભરાતા મસમોટો ખાડો પડી ગયો હોય અને તેમાં વાહન પડવાથી ગંભીર અકસ્માત થવાની ભીતિ હોવાથી વેપારીએ વાહન ચાલકોને સાવધાન કરવા એક બોર્ડ મૂકી લોકોને ત્યાંથી દૂર ચાલવા અપીલ કરી હતી શહેરના વિવિધ રોડ પર આ રીતે નાના મોટા ખાડા પડી ગયા છે તો ક્યાંક ભૂગર્ભ ગટરના ઢાંકણ ખુલ્લા છે જેમાં વાહન પડવાથી લોકોને ગંભીર ઇજા થવાની પણ ભીતિ સેવાઈ રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW