HomeGujaratવડોદરામાં 4 વર્ષની બાળકીને બચાવવા જતા રખડતી ગાયે સગર્ભા મહિલાને ઢીકમારી ગર્ભમાં...

વડોદરામાં 4 વર્ષની બાળકીને બચાવવા જતા રખડતી ગાયે સગર્ભા મહિલાને ઢીકમારી ગર્ભમાં જ બાળકનું મોત

શહેરના સલાટવાડા વિસ્તારમાં રસ્તે રખડતી ગાયે સ્થાનિક મહિલાને ભેટીએ ચઢાવી હતી. આ ઘટનામાં મહિલાને ગંભીર ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મહિલા પોતાની ચાર વર્ષની બાળકીને ગાયથી બચાવવા જતાં ગાયે તેઓને ભેટીએ ચઢાવી હતી. સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે, મહિલા ગર્ભવતી હતી અને ગાયે ભેટીએ ચઢાવતા મહિલાના ગર્ભમાં રહેલા બાળકનું મૃત્યું થયું છે. જોકે, મહિલાના પરિવારજનો મહિલા ગર્ભવતી હોવાનો ઇન્કાર કરી રહ્યા છે. અને આ બાબતે કંઇ પણ કહેવાનો ઇન્કાર કરી રહ્યા છે. જોકે, ગાયે ભેટી મારતા મહિલા ઇજા પામી હોવાની ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

વડોદરા મહાનગર પાલિકાના સલાટવાડા વિસ્તારમાં હનુમાન પોળ આવેલી છે. પોળમાં રહેતા એક મહિલા મંગળવારે પોતાની ચાર વર્ષની દીકરી સાથે ઘરની બહાર કામ માટે નીકળ્યા હતા. દરમિયાન દોડતી આવી રહેલી ગાયથી મહિલા પોતાની ચાર વર્ષની દીકરીને બચાવવા જતાં, નજીક આવી પહોંચેલી ગાયે મહિલાને ભેટીએ ચઢાવ્યા હતા. ગાયે મહિલાને ભેટીએ ચઢાવતા તેઓ રોડ ઉપર પટકાયા હતા. ગાયે મહિલાને લાતો પણ મારી હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં તેઓના પેટ, પેઢા સહિત શરીરના અન્ય ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી.
આ ઘટના બનતાજ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને મહિલાને હોસ્પિટલમાં લઇ ગયા હતા. હોસ્પિટલના તબીબોએ બનાવની ગંભીરતા અને મહિલાને થયેલી ઇજાઓને ધ્યાનમાં લઇ મહિલાને બચાવી લીધી હતી. આ બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. એક તબક્કે સ્થાનિક લોકોના ટોળેટોળાં એકઠાં થઇ ગયા હતા.
ઘટનાના ગણતરીના કલાકોમાં કોર્પોરેશનની ઢોરપાર્ટી સલાટવાડા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. 22 ગાયો-વાછરડાં કબજે કરી 3 ઢોરવાડાને સીલ કરી દીધા હતા. કોર્પોરેશનની કામગીરીને રોકવા માટે એક પશુપાલકે ઝેરી દવા ગટગટાવી લેવાનું નાટક કર્યું હતું. જોકે, પોલીસે પશુપાલકના નાટકને નિષ્ફળ બનાવી અટક કરી પોલીસ મથક લઇ ગઇ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW