મોરબીના પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલ લોકોના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને પ્રથમ દિવસે પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી ભાજપ આગેવાનની ઉપસ્થિતિમાં કથાનું પઠન કરાયું હતું તો બીજા દિવસે પણ કથાનું શ્રવણ કરવા મોટી સંખ્યામાં મોરબી સહીત આસપાસ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કથા વાચક રમેશભાઈ ઓઝાએ ભાગવત સપ્તાહના વિવિધ શ્લોક અને મર્મ વિષે વિસ્તૃત છાણાવટ કરી હતી તો જીવનમાં ડગલે-પગલે ક્યા ઉપયોગી છે.તે વિષે સમજણ આપી હતી. આ ઉપરાંત હાલ સાંપ્રત ઘટનામાં સનાતન સાંસ્કુતિ વિષે લોકોની સાથે સાથે કેટલાક સાધુ સંતો પણ અયોગ્ય ટીપ્પણી કરી સનાતન ધર્મને બદનામ કરે છે તેમને પણ સ્પસ્ટ સંદેશ આપ્યો હતો. તાજેતરમાં એક સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ દ્વારા મહાદેવ વિષે કરવામાં આવેલ ટીપ્પણી બાબતે કડક શબ્દોમાં નિંદા કરી હતી તેણે જણાવ્યું હતું કે દરેક ધર્મ અને સંપ્રદાયના લોકો પોતાના ઇષ્ટદેવની તેમની શ્રદ્ધા મુજબ ભલે પૂજા અર્ચના કરે પણ સનાતન સંસ્કુતિ વિષે ટીપ્પણી ન કરવા જણાવ્યું હતું. રમેશભાઈએ આવી યોગ્ય ટીપ્પણી ન કરવા તેમજ અલગ અલગ સંપ્રદાયના પીઢ સાધુ આવા અયોગ્ય ટીપ્પણી કરતા અટકાવવા અપીલ કરી હતી આ ઉપરાંત જો કોઈ પુસ્તકોમાં આવું ટીપ્પણી જનક લખાણ લખાયા હોય તો તેમણે પણ વહેલી તકે દુર કરવા જણાવ્યું હતું રમેશભાઈ જણાવ્યું હતું કે મહાદેવની મહિમાને સમજી ન શકનારની બુદ્ધિ પર તરસ આવે છે
તમારા ઇષ્ટદેવની પ્રાર્થના કરો અને ભગવાન માનો પણ બીજાને હીના ચીતરવાનો પ્રયાસ ન કરવો જોઈએ વ્યાસપીઠ એક જવાબદારી ભરી જગ્યા છે.અહી રોગદ્વેષના કોગળા કરવાની જગ્યા નથી. જેથી સમજુ સાધુ સંતો આનો વિરોધ કરો અને આ પ્રકારના પ્રવચન સનાતન ધર્મને ઠેસ પહોચાડે છે જેથી તેને રોકવા પ્રાર્થના કરી હતી

