હાલ ચોમાસું સીઝન ચાલતું હોય અને છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે તો અનેક સ્થળે વીજળી પડવા તેમજ ભારે પવનના કારણે વૃક્ષ ધારાશયી થવાના કારણે અનેક સ્થળે વીજલાઈનમાં ફોલ્ટ સર્જાયો છે આ કારણોસર તાત્કાલિક મેન્ટેન્સની જરૂરિયાત ઉભી થતા મોરબી પીજીવીસીએલ ડીવીઝનમાં આવતા ચરાડવા સબ ડીવીઝનની 11 કેવી વાકિયા ફીડરમાં મેન્ટેનસ કામગીરી કરવાની હોવાથી તા 14ના રોજસ સવારે 9થી 4 દરમિયાન શિવપુર,ડુંગરપુર,રાતાભેર અને નવા રાતાભેરમાં વીજ પુરવઠો બંધ રહેશે જે અંગે લોકોને અગાઉથી આગાઉ આયોજ ન કરવા પીજીવીસીએલ દ્વારા અપીલ કરવામાં આવી છે.

