મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતીભાઈ અમૃતિયા દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલ લોકોના મોક્ષાર્થે આજે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સોમવારના રોજ રાજકોટ રોડ પર આવેલ રેવા ફાર્મ હાઉસ ખાતે પત્રકાર અને રમેશભાઈ ઓઝા સાથે ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પત્રકાર દ્વારા સાંપ્રત સમયમાં શિક્ષણ, રાજકરણ તેમજ ધર્મને લગતા બાબતના પ્રશ્નોતરી કરી હતી આ ઉપરાંત આજની યુવા પેઢી અને બાળકો સોશ્યલ મીડિયા તેમજ અન્ય માધ્યમમાં જે રીતે આંધળી દોટ મૂકી રહ્યા છે ત્યારે તેમને યોગ્ય રસ્તા પર કેવી રીતે વાળી શકાય તે બાબતે ચર્ચા કરી હતી. આ ચર્ચા દરમિયાન દેશમાં હાલ વધી રહેલા રેવડી ક્લ્ચર મુદે પણ ચર્ચા થઇ હતી જેમાં આજના સમયે રાજકીય પક્ષ ભવિષ્યનો વિચાર કર્યા વિના માત્ર મત મેળવવા જે રીતે મફત આપવામાં આવી રહ્યું છે તેના પર આકરા પ્રહાર કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ અને આરોગ્ય માણસની પ્રાથમિક જરૂરીયાત છે અને તે પુરુપાડવાની જવાબદારી પણ સરકારની છે સરકારે શિક્ષણ અને આરોગ્ય નિશુલ્ક પૂરું પાડવું જોઈએ પરંતુ ખાતામાં રોકડા આપવા મફત મુસાફરી કરાવવી કે ખોટા વચનોની લ્હાણી કરવી પ્રજાને નમાલી બનાવવના પ્રયત્ન થઇ રહ્યા છે તે અટકાવવા અત્યંત જરૂરી છે.
સમાજ અને સરકારને યોગ્ય માર્ગે ચલાવવાની જવાબદારી પણ પત્રકાર કથાકાર અને કલાકારની છે તેમણે સત્યમ શિવમ અને સુન્દરમ એમ ત્રણેય ગુણોને સાથે રાખી પોતાના કર્તવ્ય નિભાવવા જોઈએ જો આ તમામ ગુણ સાથે આ ત્રણેય કાર બરાબર ચાલશે તો ચોથી સરકાર રૂપી કાર પણ યોગ્ય રીતે ચાલશે.

