HomeGujaratજિલ્લામાં શ્રીકાર વરસાદથી વિવિધ ડેમમાં પાણીની ધીંગી આવક મોરબી શહેરની જીવાદોરી મચ્છુ...

જિલ્લામાં શ્રીકાર વરસાદથી વિવિધ ડેમમાં પાણીની ધીંગી આવક મોરબી શહેરની જીવાદોરી મચ્છુ 2 ડેમ 72.23 ટકા ભરાયો

મોરબી જિલ્લામાં થયેલા શ્રીકાર વરસાદને પગલે જિલ્લાના તમામ જળાશયમાં મોટા પાયે પાણીની આવક થઈ હતી.જે ખાસ કરીને જિલ્લાના સૌથી મોટા ડેમ એવા મચ્છુ 2 ડેમમાં પણ આવક થઈ હતી.જીલ્લાનો મચ્છુ 2 ડેમમાં 3478 ક્યુસેક આવક થઇ હતી હાલ ડેમ કુલ 31 ફૂટની સપાટી સામે 28.22 ફૂટ એટલે 72.23 ટકા ભરાઈ ગયો છે. મચ્છુ 2 ડેમના કુલ 3104 mcftમાથી 2250 mcft ભરાયો હતો તો જીલ્લાના અન્ય ડેમમાં પણ નોધાપાત્ર આવક થઇ છે. જેના કારણે નીચાણ વાળા ગામ એવા ભડિયાદ, લીલાપર,જોધપર મોરબી શહેર,અમરેલી ગોર ખીજડીયા, ગુંગણ ધરમપુર, જુના સાદુંળકા, નારણકા રવાપર નદી,નવા સાદુળકા,ટીંબડી,વનાળીયા ,ઉપરાંત માળિયા તાલુકામાં માળિયા મિયાણા શહેર સહિત 12 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે આ ઉપરાંત જો ઉપરવાસમાં વરસાદ થયા અને હાલ જેટલી આવક ચાલુ છે તેટલી આવક આગામી 48 કલાક સુધી ચાલુ રહે તો મચ્છુ 2 ડેમ100 ટકા ભરાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે વાંકાનેરના મચ્છુ 1 ડેમમાં 1715mcft સાથે 70 ટકા ભરાઈ ગયો છે અન્ય ડેમની વાત કરીએ તો મોરબીના મચ્છુ 3 ડેમમાં પણ 233 ક્યુસેક જેટલી પાણીની આવક થવાના કારણે એક દરવાજો 1 ઇંચ ખોલી 233 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ આ ડેમની 283 mcft સંગ્રહ ક્ષમતા સામે 282.16 mcft પાણી ભરાયેલ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW