મોરબી જિલ્લામાં દિન પ્રતિદીન વધી રહેલા હત્યા અને મારામારીના બનાવને પગલે જીલ્લો જાણે મીની યુપી બિહાર બની ગયું હોય તેવી સ્થિતિ બની ગઈ છે શુક્રવારે મોડી રાત્રે બેલા ગામ પાસે ચોરીની આશંકા રાખી ફેકટરીના ચોકીદાર સહિત ૪ જેટલા શખ્સે એક અજાણ્યા યુવકને ઢોર માર મારી તેની હત્યા કરી દીધી હતી હજુ આ બનાવમા શાહી સુકાઈ પણ નથી ત્યાં વાંકાનેર શહેરમાં સનસનીકખેજ હત્યાનો બનાવ સામે આવતા પોલીસની કામગીરી પણ સવાલ ઉઠી રહ્યા છે મળતી માહિતી ગજાનંદ ઇન્ડસ્ટીઝના માલિક અમિતભાઈ અશ્ચીનભાઈ કોટેચા નામના યુવકના મિત્રને ઇમરાન અને ઇનાયત સાથે રૂપિયાની લેતી દેતીનો વિવાદ હોય જેથી મિત્રતાના નાતે અમિતભાઈ વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા પાસે ગયા હતા જ્યાં કોઈ બાબતે ઝઘડો થતા 4 જેટલા આરોપીએ ગુપ્તી જેવા હથીયાર વડે હુમલો કરી ગંભીર હાલતમાં છોડી ફરાર થઇ ગયા હતા. જે બાદ યુવકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જોકે સારવાર કારગત ન નીવડતા અમિતભાઈનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવ અંગેની જાણ થતા વાંકાનેર સીટી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધવા તજવીજ હાથ ધરી હતી.

