HomeGujaratમોરબી: મેઘરાજાની તોફાની ઇનિંગ,ગાજવીજ સાથે વરસાદ,વાંકાનેરના કોટડા નાયાણીમાં મકાન પર વીજળી પડી

મોરબી: મેઘરાજાની તોફાની ઇનિંગ,ગાજવીજ સાથે વરસાદ,વાંકાનેરના કોટડા નાયાણીમાં મકાન પર વીજળી પડી

મોરબી શહેરમાં મેઘરાજાએ લાંબા વીરામ લીધા બાદ શનિવારે મોડી સાંજે અચાનક વાતાવરણ બદલાયું હતું અને અચાનક ઘટાટોપ વાદળો આવી ચઢ્યા હતા જે બાદ ગાજ વીજ સાથે મેઘરાજાની તોફાની ઇનિંગ શરુ થઇ હતી શહેરમાં ભારે પવન સાથે શરુ થયેલ વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા મોરબી શહેરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી જે રીતે આકરી ગરમી પડી રહી હતી તેના કારણે શહેરીજનોની હાલત કફોડી બની હતી જોકે શનિવારે સાંજે જે રીતે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા શહેરીજનોને આકરી ગરમીથી રાહત મળી હતી. લાંબા વિરામ બાદ ફરી પધરામણી કરનાર મેઘરાજાએ સમગ્ર જિલ્લાને તરબોડ કરી દીધા હતા.અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા તો અચાનક આવેલ વરસાદને પગલે શાળા કોલેજથી છુટેલા ભૂલકા તેમજ નોકરિયાત લોકોને ન છૂટકે પલળવાની ફરજ પડી હતી.મોરબીમાં સતત અડધી કલાક સુધી વરસાદ થવાના કારણે શહેરના તમામ નાના મોટા માર્ગ પર પાણી ફરી વળ્યા હતા

મેઘરાજાની એન્ટ્રી જેટલી આનંદદાયક હતી તેની સાથે વીજળીના કડાકા ભડાકાએ શહેરીજનોને ડરાવી પણ દીધા હતા. તો ક્યાંક વીજળી પડવાની ઘટના પણ સામે આવી હતી જેમાં વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામમાં રવિરાજસિંહ જાડેજા નામની વ્યક્તિના ઘરની છત પર વીજળી ત્રાટકી હતી બનાવમાં છતની દીવાલને નુકશાન થયું હતું તેમજ વીજ મિટરની સાથે સાથે ઘરમાં વીજ ઉપકરણ પણ બળી ગયા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW