HomeGujaratમોરબી:11ના બદલે 14 સપ્ટે.થી 3 દિવસ પાણી વિતરણ અનિયમિત રહેશે, પાણી પુરવઠાની...

મોરબી:11ના બદલે 14 સપ્ટે.થી 3 દિવસ પાણી વિતરણ અનિયમિત રહેશે, પાણી પુરવઠાની સુચના બાદ પાલિકાની જાહેરાત

મોરબી નગરપાલિકા તેમજ પાણી પુરવઠા વિભાગ દ્વારા મોરબીના વિવિધ વિસ્તારોમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે હાલ મોરબી શહેરના સરદારબાગ તેમજ પંચાસર રોડ પર આવેલા પંપીંગ સ્ટેશનમાં રીપેરીંગ કામગીરી હાથ ધરવાની હોવાથી મોરબી પાલિકા દ્વારા તારીખ 11 12 તેમજ 13 સપ્ટેમ્બર ના રોજ મોરબી શહેરના લોહાણા બોર્ડિંગ વિસ્તાર શક્તિ પ્લોટ કાયાજી પ્લોટ દાઉદી પ્લોટ રાપર રોડ સનાળા રોડ કેનાલ રોડ ભક્તિનગર સર્કલ પંચાસર રોડ ચિત્રકૂટ સોસાયટી તેમજ લતી પ્લોટના આસપાસના વિસ્તારોમાં પાણી વિતરણ અનિયમિત રહેશે તેવી સૂચના આપી હતી. જોકે સંજોગોવસાત આ તારીખમાં ફેરફાર કરવાની જરૂરિયાત પડતા પાણી પુરવઠા તરફથી તા.14થી 16 સપ્ટેબર દરમિયાન રીપેરીંગ કરવામાં આવશે તેવી લેખિત સૂચના આવતા મોરબી પાલિકાએ તા નવી તારીખ જાહેર કરી 11થી 13ના બદલે 14 સપ્ટેમ્બરથી 16 ત્રણ દિવસ પાણી વિતરણ વ્યવસ્થા અનિયમિત રહેવાની સૂચના આપવામાં આવી છે.જેથી શહેરીજનોને 14થી 16 ત્રણ દિવસ દરમિયાન વેડફાટ ન થાય તેમજ જરૂરિયાત પાણીનું અગાઉથી આયોજન મુજબ સંગ્રહ કરી રાખે તેવી મોરબી પાલિકા દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW