વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાનું ઠેરઠેર સ્થાપન કરવામાં આવ્યું હતું.11 દિવસ સુધી ધામધૂમથી ગણેશ મહોત્સવ ઉજવણી કર્યા બાદ ગુરુવારે વિસર્જન કરવામાં આવશે.મોરબી શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન કોઈ દુર્ઘટના ન થાય તે માટે પાલિકા દ્વારા જ મૂર્તિઓ અલગ અલગ એકત્ર કરી આરટીઓ ખાતે મચ્છુ નદીમાં વિસર્જન કરવામાં આવે છે. ત્યારે મોરબી પાલિકા દ્વારા આ વર્ષે પણ મચ્છુ નદીમાં મૂર્તિ વિસર્જન કરવામાં આવશે શહેરના પોતાની મૂર્તિઓ નજીકના અલગ અલગ ચાર સ્થળ મૂર્તિઓ એકત્ર કરવામાં આવશે.
પાલિકા દ્વારા આ માટે અલગ અલગ સ્થળો જેમાં સ્કાય મોલ પાસે આવેલ મેદાનમાં,પોલીસ પરેડ ગ્રાઉન્ડ,એલ ઇ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ તેમજ એમ પી શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે એમ 4 સ્થળ પર ગણેશજીની પ્રતિમા એકત્ર કરશે અને ત્યાંથી પાલિકાની ટીમ ટ્રક અને અન્ય વાહનોમાં મૂર્તિઓ લઈ જઇ ગણેશ પ્રતિમા વિસર્જન માટે લઈ જશે દરેક સ્થળ પર પાલિકા દ્વારા 5 માણસો અને એક સુપરવાઈઝર મુકવામાં આવ્યા છે a ઉપરાંત તમામ સ્થળ પર મૂર્તિ ઉપડી ગયા બાદ સફાઈ અને દવા છટકાવ કરવાની પણ સુચના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા આપવામાં આવી છે
આ એકત્ર થયેલ મૂર્તિઓનું સન્માન પૂર્વક આરટીઓ બાયપાસ પાસે આવેલ મચ્છુ નદીમાં વિસર્જન કરવામાં આવશે.આ માટે પાલિકા દ્વારા સ્થળ પર 25થી વધુ લોકો, ફાયર વિભાગના 10 તરવૈયા તેમજ બે હાઈડ્રા મશીન ને પણ તૈયાર રહેવા સુચના આપવામાં આવી છે આ ઉપરાંત વિવિધ વિભાગના કર્મચારી જોડવામાં આવ્યા છે.

