આવતીકાલ તા.7ને બુધવારના રોજ પીજીવીસીએલ મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી કાલીકા પ્લોટ ફીડરમાં નવી લાઈન નાખવાના કામ અને નવા ટી.સી. ઉભા કરવાની કામગીરીને કારણે સવારે 8 વાગ્યા થી બપોરના 2 વાગ્યા સુધી નવી વીજ કાપ લાદવામાં આવ્યો છે.
પીજીવીસીએલ દ્વારા જાહેર કરવામાં આવેલા વીજ કાપને પગલે રવાપર રોડ વિસ્તાર, શ્યામ પાર્ક, હીરાસરીના માર્ગ વાળો વિસ્તાર, માર્કેટીંગ યાર્ડ, સુભાષ નગર, નરસંગ ટેકરી મંદિરની આજુબાજુનો વિસ્તાર, શ્રીરામ સોસાયટી, અમૃતનગર, અનુપમ સોસાયટી, ગૌતમ સોસાયટી, ગોકુલનગર, નિલકંઠ સ્કૂલની આજુબાજુનો વિસ્તાર, ગાયત્રીનગર, હરીહર નગર, કુંજ ગલી, રામેશ્વર સોસાયટી, વિજયનગર, યોગેશ્વર નગર, યદુનંદન 12,13,14,15 વિવેકાનંદ નગર, જયરાજ પાર્ક, વ્રજ વાટીકા, એવન્યુ પાર્ક તેમજ રવાપર રોડ વિસ્તારની સોસાયટી વગેરે જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે જેની સર્વે ગ્રાહકોએ નોંધ લેવા વીજતંત્ર દ્વારા જાહેર કરાયું છે.

