HomeGujaratમોરબીના શનાળા નજીક વધુ 25 વિઘા જમીન ફાળવાઈ, હવે 75 વીઘામાં બનશે...

મોરબીના શનાળા નજીક વધુ 25 વિઘા જમીન ફાળવાઈ, હવે 75 વીઘામાં બનશે આધુનિક મેડિકલ કોલેજ,

રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિત સ્થાનિક અગ્રણીઓના સતત પ્રયત્નો તથા મોરબી વહીવટીતંત્રની કાર્યશીલતાને સફળતા મળી છે.મોરબી જિલ્લામાંએક સરકારી મેડિકલ કોલેજ ફાળવવામાં આવતા મોરબીવાસીઓની વર્ષો જુની માંગ સંતોષાય છે રાજય સરકારની સૂચનાથી જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS) દ્વારા ચાલુ વર્ષ જ નવું સત્ર શરૂ કરી શકાય તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને ટૂંક જ સમયમાં ગિબ્સન સ્કૂલ ખાતે કામચલાઉ ધોરણે મેડિકલ કોલેજ ધમધમતી થશે

બીજી તરફ શનાળા રોડ પર લાંબા સમય પહેલા જ જિલ્લા કલેક્ટર દ્વારા શનાળા પાસે નવી આધુનિક મેડિકલ કોલેજ ના જ નિર્માણ માટે 50 વિઘા જમીન ફાળવવામાં આવી હતી. જેના પર મોરબી મેડિકલ કોલેજના નવા બિલ્ડીંગનું પણ સંભવિત ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરાશે અને મોરબીમાં રૂ.500 કરોડના ખર્ચે નિર્માણ પામશે મેડિકલ કોલેજનું આદ્યતન ભવન મોરબી મેડિકલ કોલેજ માટે શરૂઆતમાં 50 વીઘા જમીન ફાળવવામાં આવી હતી મંત્રી સહિત સ્થાનિક અગ્રણીઓની સતત રજૂઆતો તથા કાર્યશીલતાના પગલે મોરબી મેડિકલ કોલેજ માટે વધારે 25 વીઘા જમીન ફાળવવામાં આવી છે જેથી 75 વીઘા જમીન મળવાથી મેડિકલ કોલેજના ભવન માટે વધારે અવકાશ મળી શકશે.તેમ રાજય મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું.

આવનાર સમયમાં મેડિકલ કોલેજના નવા ભવનનું ખાતમુહૂર્ત થનાર છે. મોરબી ખાતે આકાર લેશે નવીન ટેકનોલોજી તથા અદ્યતન સુવિધાઓ સાથેની મેડિકલ કોલેજનું ભવન જેથી મોરબી જિલ્લાની સુખાકારીમાં પણ વધારો થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW