HomeGujaratક્યુટોન ગ્રુપના પ્રમોટર, પાર્ટનર,ટ્રેડર્સ સહિતના સ્થળ પર ચાલી રહેલા આઈટીના દરોડા...

ક્યુટોન ગ્રુપના પ્રમોટર, પાર્ટનર,ટ્રેડર્સ સહિતના સ્થળ પર ચાલી રહેલા આઈટીના દરોડા પૂર્ણ

મોરબી સહીત દેશના અલગ અલગ 25 સ્થળ પર છેલ્લા ત્રણ દિવસથી ચાલી ક્યુટોન ગ્રુપના પ્રમોટર જગદીશ દાલસાણીયા, મનોજ અગ્રવાલ, સુનિલ મંગનુંલિયા અને રાજીવ અદાલખ સહિતના માલિકના રહેણાંક મકાન સહિત અનેક સ્થળ પર દરોડા પૂર્ણ દરોડા દરમ્યાન કોલકત્તા ની પાર્ટી ને 50 કરોડ રોકડા આપી 50 કરોડનો ચેક લીધાનું સામે આવ્યું રૂ. 50 કરોડની એન્ટ્રી અંગે કોલકતા ની પાર્ટી જ કબૂલાત કરી રૂ 1 કરોડ રોકડ રકમ તેમજ 2 કરોડની કિંમતના દાગીના મળી આવ્યા હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા હતા
ક્યુટોન ગ્રૂપ દ્રારા અન્ડર ઇનવોઈસ કરી મોટી રકમની આવકની ચોરી કરી હોવાનું દરોડા માં સામે આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં અન્ઇડર બિલીંગ ઈનવોઈસ કરી જીએસટી ની ચોરી પણ ખુલે તેવી સંભાવના છે
સુત્ઇરોના જણાવ્યા અનુસાર ઇન્કમ ટેક્સની રેડ બાદ હવે ક્યુટોન ગ્રૂપને જીએસટીનો પણ સામનો કરવો પડવો કરી શકે છે
કયુંટન ગ્રુપની કંપનીઓ રોકડના વેચાણના અને ચેકથી વેચાણના અલગ અલગ ચોપડા બનાવતી હોવાનું પણ ઇન્કમટેક્ષ ની તપાસમાં સામે આવ્યું છે જેથી અલગ અલગ યુનિટ પરથી આવા રોકડ વહીવટ અંગેના હિસાબી ચોપડા હાથે લાગ્યા છે ગ્રુપની રોકડની લેવડદેવડ મોટી હોવાથી ચોરી 250 કરોડથી પણ વધી જવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે રોકડ વ્યવહારમાં ફાઇનાન્સરો પણ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે ક્યુટોન ગ્રુપ સાથેના તાર રાજકીય પક્ષના નેતાઓ અને અભિનેતા સુધી લંબાયા હતા જેથી રોકડથી નાણાં લેનાર કે ચૂકવનાર ને પણ દંડને પાત્ર હોવાથી ફાઇનાન્સરોની કુંડળી કાઢવામાં આવી રહી છે .

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW