HomeGujaratમોરબીમાં યુવા આર્મી ગ્રુપની મહિલાઓએ પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી...

મોરબીમાં યુવા આર્મી ગ્રુપની મહિલાઓએ પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી

દેશભરમાં શ્રાવણ સુદ પુનમ દિવસે ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વ એવા રક્ષા બંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે.આ દિવસે બહેન તેના ભાઈના હાથ પર રાખડી બાંધી ભાઈના લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે તેમજ સંકટ સમયમાં તેમની રક્ષા કરવાનું વચન માંગે છે. પોલીસ વિભાગનું કામ પણ દેશભરમાં લોકોના હિતનું રક્ષણ કરવા અને આવારા તત્વોને પાઠ ભણાવવાનું છે અને આ કામ માટે તેઓ દિવસ રાત સક્રિય રહે છે દિવાળી હોળી ધૂળેટી કે કોઈ પણ તહેવાર હોય હમેશા ઘરથી દુર ખડેપગે રહેતા હોય છે. પોલીસ જવાનો પણ રક્ષા બંધન પર્વ ઉજવી શકે તે માટે મોરબીમાં યુવા આર્મી ગ્રુપની મહિલા ટીમ દ્વારા આજે પોલીસ જવાનોને રાખડી બાંધી તેમની સાથે રક્ષા બંધન પર્વની ઉજવણી કરી હતી અને મોરબીવાસીઓની આવારા તત્વોથી રક્ષણ કરવાનું વચન માગ્યું હતું. તેમજ પોલીસ જવાનોના દીર્ધાયું માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW