HomeGujaratરાજકોટ PGVCL વીજ ચોરી રોકવા મેદાને, 36 ટીમ કરશે તપાસ

રાજકોટ PGVCL વીજ ચોરી રોકવા મેદાને, 36 ટીમ કરશે તપાસ

વીજચોરી રોકવા માટે PGVCL છેલ્લા 7 મહિનાથી સતત સૌરાષ્ટ્ર વ્યાપી દરોડાનો આદિ રહી છે. રાજકોટ શહેરમાં કોર્પોરેટ ચેકીંગ ડ્રાઈવ રાખવામાં આવી છે. લગભગ 25 જેટલા અલગ અલગ વિસ્તારોમાં સવા૨થી 36 ટિમ તપાસ કરી રહી છે.

સવારથી તપાસ: સવારે 8 વાગ્યાથી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વાવડી, નાના મવા, ખોખળદડ અને મવડી રોડ સબ ડિવિઝન હેઠળ આવતા અલગ અલગ 25 જેટલા વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં કુલ 11 KVના 5 ફીડર આવરી લેવામાં આવ્યા છે.

આ વિસ્તારનો સમાવેશ: સવારથી શરૂ કરાયેલ ચેકીંગ ડ્રાઇવમાં પાવર ઈન્ડ. એરિયા, નારાયણ નગર, સીતારામ સોસાયટી, વૃંદાવન પાર્ક, હરિહર સોસાયટી, પ્રિયદર્શિની સોસાયટી, ગિરનાર સોસાયટી, રાજદીપ સોસાયટી, પટેલ નગર, ધરમનગર સોસાયટી, રામનગર વિસ્તાર, રાધેશ્યામ સોસાયટી, વચ્છરાજનગર, તિરુપતિ સોસાયટી, ખોડિયારપરા, આંબેડકરનગર, ખોડિયારનગર મુખ્ય માર્ગ પાસેનો વિસ્તાર અને ગોવર્ધન ચોક સહિત 25 જેટલા વિસ્તારનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW