HomeGujaratCentral Gujaratટ્યુશન ક્લાસના સરે વિદ્યાર્થિનીને દારૂ પીવડાવી દીધો, યુવતી હોસ્પિટલમાં

ટ્યુશન ક્લાસના સરે વિદ્યાર્થિનીને દારૂ પીવડાવી દીધો, યુવતી હોસ્પિટલમાં

વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલા એક ખાનગી ટ્યુશન ક્લાસના શિક્ષકે બદઇરાદાથી ક્લાસમાં આવતી ધો. 10ની વિદ્યાર્થિનીને દારૂ પીવડાવતા ચકચાર મચી ગઇ છે. શિક્ષણ જગતને લાંછન લગાવતી આ ઘટના છે.

પોલીસ ફરિયાદ થઇ: યુવતીની તબિયત લથડી ગઇ હતી. આથી, વિદ્યાર્થિનીની તબિયત બગડ્યા બાદ ગભરાઇ ગયેલ શિક્ષક અર્ધ બેભાન હાલતમાં વિદ્યાર્થિનીને તેના ઘરે મૂકી આવ્યો હતો. આવા લંપટ શિક્ષકને કારણે આખા વિભાગની આબરૂ ગઈ છે. અર્ધબેભાન અવસ્થામાં લથડીયા ખાતી ઘરે આવેલી દીકરીની હાલત જોઇને તેની માતા પણ ચોંકી ઉઠી હતી. આથી, દીકરીની હાલત માટે શિક્ષક જવાબદાર હોવાનો આરોપ કરી ફરિયાદ પોલીસ મથકમાં કરવામાં આવી. જેથી ફરિયાદના આધારે ફતેગંજ પોલીસે શિક્ષક પ્રશાંત ખોસલાની અટકાયત કરી હતી.

શું કહે છે પોલીસ: ફતેગંજ પોલીસ મથકના પી.આઇએ જણાવ્યું કે, શહેરના નિઝામપુરાના અર્પણ કોમ્પ્લેક્સમાં એક ખાનગી ટ્યુશન ક્લાસ આવેલ છે. જેમાં પ્રશાંત નામના શિક્ષકે ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતી ધો. 10ની વિદ્યાર્થિનીને ટ્યુશન ક્લાસ પૂર્ણ થયા બાદ બેસાડી રાખી હતી. જ્યારે ટ્યુશનનો સમયગાળો પૂર્ણ થતા અન્ય વિદ્યાર્થીઓ જતા રહ્યાં હતા. બાદમાં બપોરના 3:30થી રાત્રિના 8:30 દરમિયાન વિદ્યાર્થિનીને કેફી પીણું પીવડાવ્યું હતું. જો કે, શિક્ષકે કયા કારણોસર વિદ્યાર્થીનીને કેફી પીણું પીવડાવ્યું હતું તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. પરંતુ માતાની ફરિયાદના આધારે હાલમાં પોલીસે શિક્ષકની અટકાયત કરી કોવિડ ટેસ્ટ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથે વિદ્યાર્થિની પણ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય તેની પણ વધુ તપાસ ચાલી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW