HomeGujaratરાજકોટ SOGની ટીમ સાથે ગેંગની મારામારી, 2 શખ્સોની ધરપકડ, ફિલ્મી દ્રશ્યો જીવંત...

રાજકોટ SOGની ટીમ સાથે ગેંગની મારામારી, 2 શખ્સોની ધરપકડ, ફિલ્મી દ્રશ્યો જીવંત થયા

રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની સતર્કતાને કારણે લૂંટ, હત્યા સહિતની ઘટના બનતા અટકી છે. જેમાં ફિલ્મને ટક્કર મારે એવા દ્રશ્યો સામે આવ્યા.

ગેંગ આવી: રાજકોટ શહેરના પૉશ એરિયા સમાન અક્ષર માર્ગ પર આવેલા ચિત્રકૂટ ધામ સોસાયટી શેરી નંબર-2માં રાજેશભાઈ પટેલના મકાનમાં ત્રીજી તારીખના રોજ રાત્રિના અઢી વાગ્યા અરસામાં ધાડપાડુ ગેંગ ત્રાટકી હતી. ધાડપાડુ ગેંગના સભ્યો આ સોસાયટીની આસપાસ ફરી રહ્યા હોવાની બાતમી SOGની ટીમને મળી હતી. ધાડપાડુ ગેંગ ઘરમાં દરવાજો ખોલી અંદર ઘૂસે તે પૂર્વે જ ઘટના સ્થળ પર પોલીસ આવું જતા શખ્સોને ભાગવું મુશ્કેલ થઈ ગયું હતું.

પોલીસ પર હુમલો: પોતાની પાસે રહેલા અણીદાર પથ્થર સહિતના હથિયારો વડે શખ્સોએ પોલીસ પર હુમલો કર્યો હતો. બીજી તરફ પોલીસ દ્વારા પણ જવાબી કાર્યવાહી કરતા ફાયરિંગ કરવામાં આવ્યા હતા. જે ફાયરિંગના બનાવવામાં ગેંગના બે સભ્યો ઇજાગ્રસ્ત થયાનું સામે આવ્યું છે.

પોલીસને ઇજા: આરોપીઓ પાસે રહેલા ત્રણ જેટલા હથિયાર પણ કબજે કર્યા છે. જ્યારે કે સમગ્ર બનાવમાં પીએસઆઈ ધર્મેશ ખેરને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હાલ તેઓની સ્થિતિ સારી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW