HomeGujaratદેશના કુલ 13 શહેરમાં શરૂ થશે 5જી સર્વિસ, જાણો ગુજરાતના કયા સિટી

દેશના કુલ 13 શહેરમાં શરૂ થશે 5જી સર્વિસ, જાણો ગુજરાતના કયા સિટી

દેશના 13 શહેરોને આ વર્ષના અંત સુધીમાં 5G નેટવર્કની સુવિધા મળી જાય એવી શક્યતા છે. દિલ્હી, મુંબઈ, કોલકાત્તા, ચેન્નાઈ, અમદાવાદ, ગાંધીનગર, જામનગર, ગુરૃગ્રામ, ચંદિગઢ, બેંગ્લુરુ, હૈદરાબાદ, પૂણે, લખનઉ જેવા શહેરોમાં 5જીની સવસ શરૂ કરવાનો સંકેત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગે આપ્યો હતો. આ 13 શહેરોમાં ટ્રાયલ શરૃ કર્યા પછી તેના ફિડબેકના આધારે 5G નો વિસ્તાર કરાશે.

મંત્રી એ કહ્યું: ટેલિકોમ મંત્રી અશ્વિન વૈષ્ણવે થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે 5G નેટવર્કનો વ્યાપ ભારતના 20 25 શહેરો સુધી પહોંચે એ માટેના પ્રયાસો હાથ ધરાશે. શરૃઆતમાં 13 શહેરોમાં ટ્રાયલ થાય એવી શક્યતા છે અને તેના થોડા મહિનાઓમાં જ બીજા દસેક શહેરોને 5 જી નેટવર્ક હેઠળ આવરી લેવાશે.

ભાવ ઘટાડશે: 5G ના મન્થલી પ્લાન અંગે અત્યારે સરકારે સ્પષ્ટતા કરી નથી. પરંતુ અત્યારના ૪જીના પ્લાનના આધારે નિષ્ણાતોએ ધારણાં બાંધી હતી કે સરેરાશ 5G યુઝર્સે મહિને ૧૦૦૦ રૃપિયા આપવા પડશે. રૂરલ એરિયાના ગ્રાહકો આટલો ઊંચો ભાવ આપવા તૈયાર થશે કે નહીં એ જુદો મુદ્દો બનશે. અત્યારે મોટાભાગની કંપનીઓનો 4G નો ૮૪ દિવસનો પ્લાન ૫૦૦થી ૬૦૦ રૃપિયા આસપાસ છે. મહિને લગભગ ૨૦૦ રૃપિયા જેટલો ખર્ચ 4G સર્વિસ પાછળ થાય છે. 5G ની સ્પીડ માટે તેનાથી ચાર કે પાંચ ગણો ખર્ચ કરવો પડશે. શરૃઆતના એકાદ-દોઢ વર્ષ પછી 5G ના ભાવમાં ઘટાડો થશે એવી પણ એક થિયરી છે. ઓપરેટર્સ વચ્ચે સ્પર્ધા થશે પછી ભાવ ગગડશે, છતાં 4G ડબલ ભાવ આપવા પડે એવી શક્યતા તો છે જ. ટ્રાયલ માટે કદાચ કંપનીઓ ભાવ ઓછો રાખે એવી પણ એક શક્યતા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW