HomeGujaratપીએમ મોદી આજે ગુજરાતમાં, ગિફ્ટ સિટીમાં એક્સચેન્જનો પ્રારંભ કરશે

પીએમ મોદી આજે ગુજરાતમાં, ગિફ્ટ સિટીમાં એક્સચેન્જનો પ્રારંભ કરશે

આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત અને તમિલનાડુની બે દિવસીય મુલાકાતે જશે.પીએમ મોદી ગુજરાતમાં કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

યાત્રાના પ્રથમ દિવસે PM મોદી હિંમતનગર નજીક સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (સાબર ડેરી)ના રૂ. 305 કરોડના મિલ્ક પાવડર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી ગાંધીનગરમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી ખાતે ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રની મુલાકાત લેશે

માહિતી અનુસાર, આ પ્લાન્ટ દરરોજ 120 મેટ્રિક ટન દૂધ પાવડરનું ઉત્પાદન કરી શકે છે. વડાપ્રધાન ગુજરાતમાં દેશના પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જનું પણ લોકાર્પણ કરશે. સાબર ડેરી એ અમૂલ બ્રાન્ડનો એક ભાગ છે. મુલાકાત દરમિયાન વડાપ્રધાન મહિલા પશુપાલકો સાથે પણ વાતચીત કરશે.

આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતના અગ્રણીઓ તેમ જ 60,000થી વધુ મહિલા સભાસદો ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટીની મુલાકાત દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરશે. તેમની મુલાકાત દરમિયાન આંતર-નિયમનકારી સહયોગને વધુ મજબૂત કરવા સ્વીડન, લક્ઝમબર્ગ, કતાર અને સિંગાપોરની રેગ્યુલેટરી ઑથોરિટી સાથે IFSCA દ્વારા સમજૂતી કરાર કરાશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW