HomeGujaratઅમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના 75 કિલોમીટરનું પિયર વર્ક પૂર્ણ

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના 75 કિલોમીટરનું પિયર વર્ક પૂર્ણ

રેલ્વે મંત્રાલયે 22મી જુલાઈ 2022ના રોજ રાજ્યસભામાં માહિતી આપી હતી કે મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે જરૂરી કુલ 1396 હેક્ટર જમીનમાંથી લગભગ 90 ટકા જમીનનું સંપાદન પૂર્ણ થઈ ગયું છે.

રાજ્યસભામાં ચર્ચા: રાજ્યસભાના સાંસદ બ્રિજલાલના પ્રશ્નના જવાબમાં રેલ્વેએ માહિતી આપી હતી કે “ગુજરાતમાં 86 કિમી ફાઉન્ડેશન વર્ક અને 75 કિમી માટે પિયર વર્ક પૂર્ણ થયું છે, ગુજરાત અને દાદરા અને નગર હવેલીમાં સ્થિત પ્રોજેક્ટની કુલ 352 કિમીના કામમાં સિવિલ વર્ક ડિસેમ્બર 2020 થી વિવિધ તબક્કામાં શરૂ થઈ ગયા છે તેમ જવાબમાં વધુમાં જણાવ્યું હતું.

અંડર ગ્રાઉન્ડ સ્ટેશન: બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ HSR સ્ટેશન એ મુંબઈ અમદાવાદ HSR કોરિડોર પરનું એકમાત્ર ભૂગર્ભ સ્ટેશન છે. આ પ્લેટફોર્મ ગ્રાઉન્ડ લેવલથી લગભગ 24 મીટરની ઉંડાઈએ બનાવવાની યોજના છે. પ્લેટફોર્મ, કોન્કોર્સ અને સર્વિસ ફ્લોર સહિત ત્રણ માળ હશે. બે એન્ટ્રી/એક્ઝિટ પોઈન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, એક મેટ્રો લાઈન 2Bના નજીકના મેટ્રો સ્ટેશન સુધી પહોંચવા માટે અને બીજો MTNL ભવન તરફ જવા માટે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW