ગુજરાત વિધાનસભામાં 21 જુલાઈના રોજ ઇતિહાસ રચાયો છે ગુરુવારના રોજ ગાંધીનગર ખાતે આવેલ ગુજરાત વિધાનસભા ભવનમાં એક દિવસની યુવા મોડેલ એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યભરમાંથી 182 પસદગી પામેલ વિદ્યાર્થીઓ એક દિવસ માટે ચલાવી રહ્યા છે આ વિધાનસભા ગૃહમાં એક દિવસના મુખ્યમંત્રી તરીકે અમદાવાદના રોહન રાવલ પસંદ થયા છે તો ગૌતમ દવે વિપક્ષ નેતાની ભૂમિકા બજવી રહ્યા છે આ ઉપરાંત મીશરી શાહ તરીકે વિધાનસભાના અધયક્ષની ફરજ બજાવી રહ્યા છે,
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય દ્વારા 21 જુલાઈના રોજ યુવા મોડેલ એસેમ્બલીનું ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ કાર્યક્રમ અને તાલિમ બ્યુરો તથા ધી સ્કૂલ પોસ્ટના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યુ છે.

ગુજરાત વિધાનસભા સત્રમાં સુરતના ૧૬ વિદ્યાર્થીઓનો સમાવેશ
ગુજરાત વિધાનસભામાં સુરતની શાળા કોલેજના પસંદ પામેલા 16 વિદ્યાર્થીઓ સહિત અમરેલી, જામનગર, વડોદરા ,ગોંડલ ,કચ્છ, રાજકોટ, મહેસાણા ગાંધીનગર, અમદાવાદ અને નડિયાદ સહિતના વિદ્યાર્થીઓનું અનોખુ યુવા વિધાનસભાનું સત્ર મળ્યું છે. જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષથી માંડીને મુખ્યમંત્રી, વિપક્ષના નેતા, વિભાગના મંત્રી સહિત વિદ્યાર્થીઓ એક દિવસના ધારાસભ્ય બન્યા છે . અને ગૃહમાં પોત પોતાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે .

3500 સ્કૂલનો સંપર્ક કર્યા બાદ વિદ્યાર્થીઓ તૈયાર કરવામાં આવ્યા
વિદ્યાર્થીઓને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે એ માટે એક દિવસીય વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની માટે 3500 સ્કૂલનો સંપર્ક કર્યા બાદ વિદ્યાર્થીઓ તૈયાર કરવામાં આવ્યા છે. આ દિવસે સદનમાં પસંદ કરાયેલા 182 વિદ્યાર્થી જ વિધાનસભા ચલાવી રહ્યા છે . નોંધનીય છે કે, સરકાર કેવી રીતે ચાલે, બજેટ કેવી રીતે બને તે મુખ્ય હેતુથી આ આયોજન કરાયું છે.

યુવા ધારાસભ્યો એક દિવસના આ સત્રમાં વિવિધ મુદ્દે ચર્ચા કરશે
યુવા મોડેલ એસેમ્બલીમાં સમગ્ર ગુજરાતમાંથી આવેલા વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી, મંત્રીઓ ધારાસભ્ય તેમજ વિધાનસભાના અધ્યક્ષ, વિરોધપક્ષના નેતા, સહિતની જવાબદારી સાંભળી. એને એક દિવસના આ સત્રમાં વિદ્યાર્થીઓ પ્રશ્નોતરી કાળ, સંકલ્પ પણ રજૂ કરવામાં આવશે. તેમજ વિધેયક, બજેટને લઇને વિવિધ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે.

