કોલેજના વિદ્યાર્થીઓ માટે એક નવી સુવિધા ઉભી કરવામાં આવી છે. અત્યાર સુધી ગુજરાતમાં વિદ્યાર્થીઓ એન્જિનિયરીંગ માત્ર અંગ્રેજી ભાષામાં જ ભણી શકતા હતા. પરંતુ હવે ગુજરાતમાં પહેલીવાર એન્જિનિયરિંગ ગુજરાતી ભાષામાં કરી શકાય એવી વ્યવસ્થા કરાઇ છે. આ માટે GTU એ ખાસ યોજના બનાવી છે
આવું આયોજન: એન્જિનિયરીંગ કોલેજ, પોલીટેક્નિક, ફાર્મસી, મેનેજમેન્ટની કોલેજમાં અંગ્રેજીમાં કોર્ષ થાય છે. ગત વર્ષે AICT દ્વારા દેશભરમાં એન્જિનિયરીંગનો કોર્ષ જે તે રાજ્યની ભાષામાં શરૂ કરવા જણાવ્યું હતું. જેને ધ્યાને લઇને જીટીયું એ ખાસ આયોજન કર્યું છે.

GTU ના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે અનેક નાના દેશ પોતાની ભાષામાં એન્જિનિયરીંગ ભણાવે જ છે. અમે નિષ્ણાતોનો અભિપ્રાય લીધો જ છે. આ ઉપરાંત ગામડાના વિદ્યાર્થીઓને એન્જિનિયરીંગ ભણાવનો લાભ મળે તે ધ્યાને રાખીને એન્જિનિયરીંગ કોર્ષ શરૂ કરવામાં આવશે.

