HomeGujaratમોરબી પાલિકાની ટીમ લાતી પ્લોટમાં પહોચી : વરસાદી ભરાવની જગ્યામાં બુરાણ કરાયું

મોરબી પાલિકાની ટીમ લાતી પ્લોટમાં પહોચી : વરસાદી ભરાવની જગ્યામાં બુરાણ કરાયું

મોરબી શહેરના ઔધોગીક હબ સમાં લાતી પ્લોટ વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ઘર કરી ગઈ છે દર વર્ષે આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવવાંની સમસ્યા સામે આવે છે અને વેપારી હેરાન થાય છે એક વર્ષ પહેલા આ વીસ્તારમાં 20 કરોડના ખર્ચે ભૂગર્ભ અને સીસીરોડના કામન મંજુર થયા હતા આ સિવાય લાતી પ્લોટ 7 માંથી નીકળતી પાણીની લાઈન નીકળી રહી છે જે પણ અવાર નવાર લીકેજ થવાંથી પાણી ભરાવવાની સમસ્યા ઉભી થઈ છે ત્યારે આ અંગે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ આજે મોરબી પાલિકાની ટીમ ઘટના સ્થળ પર પહોચી હતી અને પહેલા લીકેજ લાઈન રીપેર કરાઈ હતી હતી બાદમાં જ્યાં જ્યાં પણ વરસાદિ પાણી ભરાવવાની સમસ્યા આવી છે ત્યાં બુરાણ કરી રોડ સમતલ કરાયો હતો જોકે આ કામગીરી હાલની ચોમાસાની સ્થિતિને ધ્યાને લઈને કરવામાં આવી છે જેથી થોડા દિવસમાં ફરી આ સમસ્યાનો સામનો કરવો પડે તેમ છે જેથી પાલિકા આ સમસ્યાના કાયમી નીકાલની પણ વ્યવસ્થા કરે તે જરૂરી છે.


પાલિકા લાતી પ્લોટ પાણીના નિકાલની કામગીરી કરી રહી છે.

લાતી પ્લોટ વિસ્તારમાં અમને અગાઉથી ફરિયાદ મળી હતી તે મુજબ વરસાદી પાણીના નિકાલની કામગીરી કરી રહી છે.અને લાતી પ્લોટના જે જે વિસ્તારમાં પાણી ભરાઈ છે ત્યાં જેસીબીથી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.અહીથી મેઈન ભૂગર્ભ ગટર લાઈન કામગીરી પૂર્ણ થઇ ચુકી છે .જયારે વિવિધ શેરીઓને ભૂગર્ભ લાઈન સાથે જોડતી ડીસ્ત્રીબિશન માટેની લાઈનનું કામ ચાલુ છે અને મોનસુન સુધીમાં કામગીરી પૂર્ણ થઇ જશે અને તમામ પર માટી પાથરી દેવાશે જોકે વરસાદી સીઝનમાં પાણીકારણે માટી ફરી બેસી જાય છે જેથી રોડનું કામ કરવું શક્ય નથી પૂર્ણ થતાની સાથે આ વિસ્તારમાં પાણીની લાઈન ભૂગર્ભલાઈન તેમજ સીસી રોડ અને પેવર બ્લોક તમામની કામગીરી ફરી શરુ કરી નવેમ્બરના અંતસુધીમાં પૂર્ણ કરી દેવાની અમારૂ આયોજન છે. આ સિવાય ભવિષ્યમાં આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર પાણીનો ભરાવો ન થાય તે માટે ગીતા ઓઈલ મિલ પાસે રૂ 2.5 કરોડના ખર્ચે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન પણ બનાવવાંમાં આવશે તેમ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW