તાજેતરના ગેસના ભાવ વધારા બાદ ખુલ્લા બજારમાં કેરોસીનના ભાવ પણ સળગી ઉઠતા ગરીબો પીસાઇ ગયા છે. અમરેલી જિલ્લામાં કેરોસીનના ભાવ પેટ્રોલને વટાવી રૂા. 100ને પાર થતા ચિંતાનો માહોલ છે. સામાન્ય રીતે પેટ્રોલ કરતા કેરોસીન સસ્તું હોય છે
રાંધણગેસનાં સીલીન્ડરનાં ભાવમાં રૂપિયા 50નો વધારો થયા બાદ હવે કેરોસીનના ભાવ વધ્યા છે. અમરેલી જિલ્લામાં રાહતદરનાં કેરોસીનનો ભાવ રૂપિયા 100 કરતાં વધી જતાં ગરીબ પરિવારોની મુશ્કેલી વધી છે. એક સમયે માત્ર રૂપિયા 10માં પ્રતિ લીટર મળતું કેરોસીન રૂપિયા 100 સુધી પહોંચી ગયું છે. કેરોસીન હવે ખુલ્લા બજારમાં જ મળે છે ત્યારે લકઝરીયસ વાહનોના ઇંધણ કરતા ગરીબોનું કેરોસીન મોંઘુ થવાની ઘટના પણ ચિંતા કરાવે છે.

