HomeGujaratરાજકોટના એસટી પોર્ટ ઉપર સિક્યોરિટીની દાદાગીરી સામે આવી, પ્રૌઢને લમધાર્યો

રાજકોટના એસટી પોર્ટ ઉપર સિક્યોરિટીની દાદાગીરી સામે આવી, પ્રૌઢને લમધાર્યો

રાજકોટમાં આવેલા એસટી પોર્ટ ઉપર ફરી વખત સિક્યોરિટી ગાર્ડની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. બસપોર્ટમાં કેફી પદાર્થમાં પીધેલી હાલતમાં આધેડ નશામાં ફરતો હોય સિક્યોરિટી ગાર્ડે પોલીસને જાણ કરવાની જગ્યાએ પોતાના હાથમાં કાયદો લીધો હતો. પ્રૌઢને 11થી 12 લાકડી ફટકારી અને 20 જેટલા ફડાકા માર્યા હતા.

રાજકોટ શહેરના ઢેબર રોડ પર આવેલા બસપોર્ટનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમા સિક્યોરિટી ગાર્ડ એક પ્રૌઢને લાકડી વડે બેફામ માર મારતા દેખાઈ રહ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ આ વાઇરલ વીડિયો ગઇકાલ રાત્રિના 11 વાગ્યા આસપાસનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બસપોર્ટમાં પ્રૌઢ સંપૂર્ણ રીતે નશામાં ધૂત થઈ બેશુદ્ધ અવસ્થામાં આવી પહોંચ્યો હતો. સિક્યોરિટી ગાર્ડને જાણ થતાં ત્યાં આવી પોલીસને જાણ કરવાના બદલે પોતે જ કાયદો હાથમાં લઇ એક બાદ એક 18 ફડાકા ઝીક્યાં હતા. આમ છતાં ત્યારબાદ પણ સંતોષ ન થતાં 11થી 12 જેટલી લાકડી સિક્યોરિટી ગાર્ડ દ્વારા ફટકારવામાં આવી હતી.

ગઇકાલે બનેલી આ સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ થયો છે. જોકે અવારનવાર બસપોર્ટ ખાતે સિક્યોરિટી ગાર્ડની દાદાગીરીના સમાચાર સામે આવતા જ હોય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW