અમદાવાદમાંથી આજે બે વર્ષના અંતરાલ બાદ દબદબાભેર જગન્નાથની 145મી રથયાત્રા નીકળી રહી છે. વિતેલા બે વર્ષોમાં મહામારીને કારણે રથયાત્રાનું આયોજન ન હોતું થઈ શક્યું. આ વર્ષે રથયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જગન્નાથ મંદિરને રંગ રંગની લાઇટથી શણગારવામાં આવ્યું છે,રથયાત્રાની પૂર્વ સંધ્યાથી જ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો આવી ગયા છે. સવારે 7.05 કલાકે જગન્નાથ મંદિરેથી નીકળનારી રથયાત્રા નગરનું ભ્રમણ કરીને રાત્રે સાડા આઠ વાગ્યે નિજ મંદિર પરત ફરશે.

સવારે 07.05 કલાકે જગન્નાથ મંદિરેથી રથયાત્રાએ પ્રસ્થાન કર્યું. ભક્તોની હૈયાથી હૈયું દળાય તેવી ભીડ વચ્ચે ત્રણેય રથ મંદિરની બહાર લાવવામાં આવ્યા હતા. રથયાત્રાની આગેવાની ગજરાજોએ લીધી હતી. મંદિરેથી નીકળેલી રથયાત્રા સૌ પહેલા દાણાપીઠમાં આવેલી કોર્પોરેશનની ઓફિસે પહોંચશે.
અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદમાં ૧૪૫ મી રથયાત્રાના અવસરે પહિંદ વિધિ કરીને ભગવાનની રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 1, 2022
ભગવાન સમક્ષ ગુજરાતના અને દેશના લોકોની સુખ, શાંતિ અને સર્વાંગી વિકાસની પ્રાર્થના કરી.
ભક્તિમય માહોલની એક ઝલક. pic.twitter.com/ha6mpXVnsl
Cm એ કરી પહિન્દ વિધિ: સીએમ ભૂપેન્દ્ર પટેલ કોરોનાગ્રસ્ત થયા હોવાથી તેઓ પહિંદ વિધિ કરી શકશે કે નહીં તે સવાલ ઉભો થયો હતો. જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજી મહારાજે જણાવ્યું હતું કે આજ સુધી સીએમ સિવાયના કોઈ વ્યક્તિએ પહિંદ વિધિ કરી હોય તેવું નથી બન્યું. જોકે, સીએમની તબિયતમાં સુધારો થતાં તેઓ આજે પહિંદ વિધિ માટે આવી પહોંચ્યા હતા.
#WATCH Ahmedabad, Gujarat | Union Home Minister Amit Shah performs 'Mangal Aarti' at Shree Jagannathji Mandir ahead of the 145th Lord Jagannath Rath Yatra which commences from today pic.twitter.com/brwjXjOqBo
— ANI (@ANI) June 30, 2022
અમિત શાહે કર્યા દર્શન: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વર્ષોથી મંગળા આરતીમાં હિસ્સો લેવાની પરંપરા જાળવી રાખી છે. આજે પણ તેઓ સવારે ચાર વાગ્યા પહેલા જ મંદિર પહોંચી ગયા હતા. આરતી પૂરી થયા બાદ પણ તેઓ એક સામાન્ય વ્યક્તિની જેમ મંદિરમાં બેઠા હતા.

