મોરબી નગરપાલિકાના પ્રમુખના પતિ તેમજ મહિલા કાઉન્સીલર પતિનો 6 ટકા કમીશન અંગેનો વિડીયો વાયરલ થયા બાદ મોરબીનું રાજકીય વાતાવરણ ગરમ થઇ ગયું હતું છેલ્લા કેટલાય સમયથી શાંત બેઠેલી કોંગ્રેસને જાણે નવી ઉર્જા મળી હોય તેમ પાલિકામાં ભ્રષ્ટ્રાચાર થતા હોવાના મસમોટા આક્ષેપ કરી ઉગ્ર વિરોધ કરવાની તેમજ પાલિકા પ્રમુખ રાજીનામું ન આપે તો પાલિકાને તાળા મારવાની જાહેરાત કરી હતી

આ જાહેરાતને પગલે મોરબી જિલ્લા પોલીસનો કાફલો અગાઉથી પાલિકા કચેરીએ આવી પહોચ્યો હતો બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિ જે પટેલ,શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર, શહેર મહામંત્રી મહેશ રાજ્યગુરુ એન એસ યુ આઈ યુથ કોંગ્રેસ સહીતના મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો આવી પહોચ્યા હતા જોકે પોલીસને જોઈ જાણે કોંગ્રેસનો જોશ અચાનક શાંત થઈ ગયો હતો અને પાલિકા કચેરીને તાળા મારવાનો કાર્યક્રમ મોકૂફ કરી દીધો હતો અને માત્ર પાલિકા કચેરી બહાર સુત્રોચ્ચાર કરી તેમજ હેડકલાર્ક આવેદનપત્ર આપી સંતોષ માની લીધો હતો

કોંગ્રેસના આવેદન બાદ ભાજપના ચુટાયેલા સભ્યો અને હોદેદારો દ્વારા પાલિકા કચેરીમાં જયશ્રી રામના અને ભારત માતા કી જયના નારા લગાવી જાણે પોતે સતામાં હોય જેથી તમે કશું જ નહી કરી શકે તેવો મેસેજ આપવાનો પ્રયાસ કરતા હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા


