HomeGujaratCentral Gujaratઅમદાવાદના સારંગપુર ખાતેથી 80 ગ્રામથી વધુ MD ડ્રગ્સ પકડાયું

અમદાવાદના સારંગપુર ખાતેથી 80 ગ્રામથી વધુ MD ડ્રગ્સ પકડાયું

અમદાવાદમાં સારંગપુર પાણાની ટાંકી પાસેથી જાહેરમાં Md ડ્રગ્સ સાથે કાલુપુર પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસને આ વ્યક્તિ પાસે રહેલી બેગમાંથી 83.610 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. કાલુપુરથી સારંગપુર તરફ વાહનોનું ચેકિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક વ્યક્તિ પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે તેને દબોચી લીધો હતો.

ડ્રગ મળ્યું: તેની પાસે રહેલી બેગમાંથી 80 ગ્રામથી વધુ Md ડ્રગ્સ મળી આવ્યું હતું અને તેની બજાર કિંમત 8 લાખ 36 હજારથી વધુ થાય છે. આ આરોપીની વધુ તપાસ પી.આઈ.ડીબી ડાભી શહેરકોટડા પોલીસ સ્ટેશન કરશે.

કોણ છે આ: વ્યક્તિની પુછપરછ કરતાં તેનું નામ ગણપત બિશ્નોઈ અને તે રાજસ્થાનનો હોવાનું જણાવ્યું હતું. બિશ્નોઈ રાજસ્થાનના બાડમેરથી ડ્રગ્સનો જથ્થો લઈને આવ્યો હતો. તપાસ દરમિયાન 2 આરોપીના નામ સામે આવ્યા છે જેમાં એક આરોપી રાજસ્થાન અને બીજો આરોપી ગુજરાતનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તે સિવાય આ વ્યક્તિની પોલીસે વધુ પુછપરછ પણ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW