HomeGujaratવરસાદને કારણે મેચ રદ્દ, 2-2થી પોઇન્ટ ટેબલ બરોબર

વરસાદને કારણે મેચ રદ્દ, 2-2થી પોઇન્ટ ટેબલ બરોબર

ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે 5 મેચોની ટી20 સીરીઝ 2-2 ની બરાબરી રહી. સીરીઝના અંતિમ મુકાબલો બેંગ્લોરમાં રમાવવાનો હતો. પરંતુ વરસાદના કારણે મેચ રદ થઇ ગઇ છે. આ મુકાબલામાં દક્ષિણ આફ્રીકાએ ટોસ જીતીને પહેલાં બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે ભારતીય ટીમ પહેલાં બેટીંગ કરવા મેદાનમાં ઉતરી હતી. ટીમ ઇન્ડીયાએ 3.3 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 2 રન બનાવ્યા હતા. પરંતુ ત્યારબાદ વરસાદ કારણે મેચ રમાઇ શકી નથી.

બરોબર પોઇન્ટ: પહેલાં બેટીંગ કરવા માટે ઉતરેલી ભારતની ટીમે મેચ રદ થતાં પહેલાં 28 રન બનાવ્યા હતા. આ દરમિયના ઓપનર ઇશાન કિશને 7 બોલમા6 15 રન બનાવ્યા હતા. તેમણે 2 સિક્સર પણ ફટકારી હતે. જ્યારે ઋતુરાજ ગાયકવાડ 10 રન બનાવીને આઉટ થયા હતા. શ્રેયસ ઐય્યર ખાતુ ખોલાવ્યા વિના અણનમ રહ્યા હતા. જ્યારે ઋષભ પંત એક રન બનાવીને અણનમ રહ્યા. જોકે ત્યારબાદ વરસાદ પડવા લાગ્યો હતો. તેના લીધે મેચ રમાઇ શકી ન હતી. આ સેરીઝ 2-2 થી બરાબરી પર રહી.

ટીમ યથાવત: ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓને આ મેચમાં ડેબ્યૂની તક ન મળી. કારણ આ રહ્યું કે કેપ્ટન પંતે ફરી એકવાર પણ પ્લેઇંગ 11 બદલી નહી. ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ માટે આ સીરીઝ બહાર બેસીને પુરીને થઇ ગઇ છે. તો બીજી તરફ દીપક હુડ્ડા પણ આ સીરીઝ બહાર જ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW