HomeGujaratરાજકોટમાં ભારતીય ટીમે રંગ રાખ્યો, 87 રનથી જીતી મેચ

રાજકોટમાં ભારતીય ટીમે રંગ રાખ્યો, 87 રનથી જીતી મેચ

પ્લેયર ઓફ ધ મેચ દિનેશ કાર્તિકે 27 બોલમાં નવ ફોર અને બે સીક્સ સાથે 55 રનની યાદગાર ઈનિંગ રમી હતી. જોરદાર ફોર્મ ધરાવતા હાર્દિક પંડયાએ 31 બોલમાં 3 ફોર અને 3 સીકસ સાથે 46 રન ફટકારતા ચોથી મેચ ભારતે પોતાના નામે કરી હતી.

બોલરનો તરખાટ: રાજકોટમાં ખંઢેરી સ્ટેડિયમ પર 82 રનથી પરાજય આપ્યો હતો. ભારતે આપેલા 170ના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકાએ શરણાગતિ સ્વીકારતા તેઓ 16.5 ઓવરમાં માત્ર 87 રને ખખડી ગયા હતા. અવેશ ખાને 18 રનમાં 4 વિકેટ ઝડપી હતી. પ્રથમ બે મેચ સાઉથ આફ્રિકાએ રન ચેઝ કરીને જીતી હતી. ભારતને શ્રેણીમાં ટકી રહેવા અને જીતવાની આશા જીવંત રાખવા તે પછીથી બંને ટી-20 જીતવી જ પડે તેમ હતી જે તેઓએ કરી બતાવ્યું છે. હવે બંને ટીમ ૨-૨થી બરાબરીએ હોઈ પાંચમી અને આખરી મેચ નિર્ણાયક બની રહેશે. જે રવિવારે બેંગ્લોરમાં રમાશે.

ટોસ જીતી બોલિંગ કરી: સાઉથ આફ્રિકાના કેપ્ટન બવુમાએ સતત ચોથી મેચમાં ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતની શરૂઆત સારી નહોતી રહી અને 6.1 ઓવરોમાં 40 રનના સ્કોરે જ ટોચની ૩ વિકેટ ગુમાવી હતી.

ઓપનર ના ચાલ્યો: ઓપનર ઋતુરાજ ગાયકવાડ શ્રેણીમાં ખાસ પ્રભાવ નથી પાડી શક્યો અને પાંચ રને જ સાત બોલ રમી ઓપનિંગમાં આવીને આઉટ થયોહતો. તેવી જ રીતે શ્રેયસ ઐયર પણ બે બોલમાં 4 રન બનાવીને સસ્તામાં આઉટ થયો હતો.

ઈશાન આઉટ: આ શ્રેણીમાં ત્રણ ટી-20માંથી બે અડધી સદીના ફોર્મ સાથે ઉતરેલા ઈશાન કિશને તેના મિજાજ કરતા ધીમી રમત બતાવી હતી. જો કે સેટ થઈને તે આક્રમક બનશે તેમ લાગતું હતું ત્યાં જ 26 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગા સાથેના 27 રને આઉટ થયો હતો. 40 રને ત્રીજી વિકેટ કિશનની પડી તેમાથી 27 રન તો કિશનના જ હતા.

કાર્તિકની કમાલ: કેપ્ટન પંત અને હાર્દિક પંડયાએ 6.4 ઓવરામાં 41 રન ઉમેર્યા હતા. ત્યારે જ પંત ચાહકોના રોષ વહોરીસતત બેજવાબદાર ફટકામાં વિકેટ વેડફી બેઠો હતો. તેણે 23 બોલમાં બે ચોગ્ગા સાથેની ધીમી રમત રમી ચાહકોને નિરાશ કર્યા હતા.12.5 ઓવરમાં ભારતે 81 રન જ 4 વિકેટ ગુમાવીને કર્યા હતા. આ સમયેવધુ એક વિકેટ ઝડપથી પડી હોત તો ભારતનો સ્કોર ઘણો સામાન્ય થયો હતો. ભારત વિકેટો સાચવે તો પણ 150ની આસપાસ સ્કોર થાય તેમ લાગતું હતું. પણ હાર્દિક પંડયા જોડે દિનશ કાર્તિકે દિલ જીતતી બેટિંગ કરી હતી. પંડયા અને કાર્તિકે પાંચમી વિકેટની ૬૫ રનની ભાગીદારી 5.3 ઓવરમાં નોંધાવી પ્રેક્ષકોને ભારે રોમાંચક રંગત પૂરી પાડી હતી. ભારત ડિફેન્ડ કરી શકે તેવો વિજયી સ્કોર ખડુ કરી શક્યું તેથી પણ ચાહકો ખુશ હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW