HomeGujaratવડાપ્રધાન મોદી ફરી ગુજરાતના પ્રવાસે, આ વખતે પાવાગઢ જશે

વડાપ્રધાન મોદી ફરી ગુજરાતના પ્રવાસે, આ વખતે પાવાગઢ જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સાંજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. પાવાગઢ મંદિરની મુલાકાત લેવા ઉપરાંત શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં ભાગ લેવા ઉપરાંત કરોડોના પ્રોજેકટોના શિલાન્યાસ-લોકાર્પણ કાર્યક્રમોમાં સામેલ થશે.

અમદાવાદ આવશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં આવી પહોંચશે. રાજભવનમાં રાત્રીરોકાણ કરશે અને આવતીકાલે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદીના માતા હીરાબાનો આવતીકાલે 100મો જન્મદિવસ છે.

માતાને મળવા જશે: શતાયુ પ્રવેશ નિમિતે વડાપ્રધાન માતાને મળવા જાય તેવી શકયતા છે. હિરાબાના શતાયુ પ્રવેશ નિમિતે ગાંધીનગરના એક માર્ગનું તેમના નામે નામ રાખવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે તેઓ ગાંધીનગરમાં માતાને મળી શકે છે. આ તકે વડનગરના હાટકેશ્વર મંદિરમાં અલગ-અલગ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.

વડોદરાથી પાવાગઢ જશે: આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે પાવાગઢ જશે. ભૈરવ મંદિર તથા મહાકાળી મંદિરમાં પૂજા-અર્ચન તથા ધ્વજારોહણ કરશે. વડોદરામાં વિશાળ જાહેર સભાને સંબોધીત કરશે. સમગ્ર કાર્યક્રમોમાં અલગ-અલગ 21000 કરોડના પ્રોજેકટોના ઉદઘાટન તથા શિલાન્યાસ કરશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW