HomeGujaratશિક્ષણ વિભાગે લીધો મોટો અને મહત્ત્વનો નિર્ણય, સ્કૂલની માન્યતા રદ્દ થશે

શિક્ષણ વિભાગે લીધો મોટો અને મહત્ત્વનો નિર્ણય, સ્કૂલની માન્યતા રદ્દ થશે

રાજ્યની બિન અનુદાનિત ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના હિતમાં શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના હિતમાં નોન દોનેટેડ ખાનગી શાળા સામે કડક વલણ અપનાવી દંડનીય કાર્યવાહીથી લઇને શાળા કે સંસ્થાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઇઓ કરવામાં આવી હોવાનું શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ છે.

આવી શાળાઓ સામે આંખ લાલ: શિક્ષણ મંત્રીએ ઉમેર્યુ કે, વિદ્યાર્થીઓને સ્કૂલ ડ્રેસ, પુસ્તકો, સાહિત્યો અને સ્ટેશનરી ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ ખરીદવા દબાણ કરતી શાળાઓ સામે દંડનીય કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવશે. એટલુ જ નહીં, અનિયમિતતા આચરતી ખાનગી શાળાઓ સામે પહેલી વખતમાં રૂ. 10000 અને ત્યારબાદના અનિયમિતતાના દરેક કિસ્સામાં રૂ. 25000 દંડ કરવાની શિક્ષણ વિભાગ દ્વારા જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત પાંચ કે તેથી વધુ વખત અનિયમિતતા આચરે તો તેવા કિસ્સામાં શાળા/સંસ્થાની માન્યતા રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

ફરજ નહિ પાડી શકાય: વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ સંસ્થા કે એજન્સી પાસેથી કે ચોક્કસ માર્કા કે કંપની પાસેથી ખરીદી કરવા માટે આગ્રહ રાખી શકાશે નહીં કે ફરજ પાડી શકાશે નહીં. અગાઉ કરવામાં આવેલી જોગવાઈઓનું ચુસ્તપણે પાલન થાય તે માટેની તકેદારી રાખી, તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને અંગત રસ લઈ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવા આદેશો આપી દેવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW