ગુજરાત બોર્ડનું ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં રાજકોટની હર્ષિતા કીડી જે ગુજરાત બોર્ડમાં ટોપર આવી છે. 99.99 PR સાથે હર્ષિતા કીડી બોર્ડમાં ટોપર છે. કારખાનામાં મજૂરી કરતા પિતાની દીકરી બોર્ડમાં ફર્સ્ટ આવતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.
ક્યાં કેટલું પરિણામ: સૌથી વધુ 100 ટકા પરિણામ ધરાવતા કેન્દ્ર સુબિર, છાપી, અલારસા છે. જ્યારે ડાંગ જિલ્લાનું પરિણામ સૌથી વધુ એટલે કે 95.41 ટકા આવ્યું છે. નવાઈની વાત એ છે કે વડોદરા જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 76.49 ટકા નોંધાયું છે. રાજકોટ જિલ્લાનું 88.72 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

આવી સ્થિતિમાં પણ ખુશ: હર્ષિતા કીડીનું 99.99 PR સાથે પાસ થઈ જતા પોતાના પરિવાર સાથે અનેક લોકોનું ગૌરવ વધાર્યું છે. કારખાનામાં મજૂરી કામ કરતા પિતાની દીકરી બોર્ડ ફસ્ટ આવી છે. પરંતુ દુર્ભાગ્યવશ તેનો ભાઈ હોસ્પિટલમાં દાખલ હોવા છતાં બહેન પરિણામ લેવા આવી હતી. હર્ષિતા કીડીએ ભારે મને જણાવ્યું હતું કે, ભાઈ હોસ્પિટલમાં દાખલ છે પરંતુ બોર્ડનું પરિણામ જાહેર થતા પરિવારમાં ખુશી જોવા મળી રહી છે, જ્યારે હર્ષિતાએ પરિણામનો શ્રેય પરિવારને આપ્યો છે.

