HomeGujaratહળવદ : ખરીદી કરીને નીકળેલ મહિલાને ધક્કો મારી સમડી ગેંગ મોબાઈલ,રોકડ ભરેલ...

હળવદ : ખરીદી કરીને નીકળેલ મહિલાને ધક્કો મારી સમડી ગેંગ મોબાઈલ,રોકડ ભરેલ પર્સ સેરવી ફરાર


હળવદ પંથકમાં જાણે એક સાથે તમામ ગુનેગારોએ એક સાથે ધામા નાખ્યા હોય તેમ એક પછી એક ગુનાઓને અંજામ આપી રહ્યા છે. હળવદ માળિયા હાઈવે પર લુટારુ ગેંગ ત્રાટકી એક સાથે અલગ અલગ ફેક્ટરીમાં ધામાં નાખી મજુર અને માંલીકોને માર મારી રોકડ અને દાગીનાની લુટ ચલાવી હતી હજુ આ ઓછું હોય તેમ એક ઘરમાં તસ્કરો ચોરી કરવા પહોચ્યા હતા પણ ઘરમાં મુદામાલ ન મળતા એક દીકરીની ચોટલો કાપી ભાગી ગયા હતા આ સિવાય કવાડિયા ગામમાં તેમજ હળવદ શહેરમાં 2 મકાન મળી કુલ ૩ મકાનમાં ચોરીની ઘટના બની હતી.


પોલીસ આ વિસ્તારમાં જાણે લાચાર બની ગઈ હોય તેમ કોને પકડે અને કોને છોડે તે વિચારવા મજબુર બની છે અ હજુ આ ઘટનાબાકી હોય તેમ ગુરુવારે સાંજના સમયે સરા રોડ વિસ્તારમાં આવેલ સુપર માર્કેટમાં ખરીદી કરવા નીકળેલી રુચીકાબેન પટેલ નમણી મહિલા ખરીદ કરી તેની કારમાં બેસવા જતી હતી તે દરમિયાન એક બાઈકમાં સમડી ગેંગ આવી પહોચી હતી અને મહિલાના હાથમાં રહેલ પર્સ ઝુટવી લીધું હતું મહિલા કઈ વિચારે તે પહેલા બાઈકમાં આવેલ શખ્સ ગુમ થઇ ગયા હતા.મહિલાના જણાવ્યા મુજબ તેમના પર્સમાં 21 હજારની કિમતનો મોબાઈલ,રોકડ 10 હજાર તેમજ એટીએમ અને આધારકાર્ડ સહિતનો મુદામાલ હતો હાલ બનાવ અંગે પોલીસે મહિલાની ફરિયાદ નોધાવા તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW