HomeGujaratPM મોદી રાજકોટ એરપોર્ટ પહોંચ્યા, CM એ કર્યું વેલકમ

PM મોદી રાજકોટ એરપોર્ટ પહોંચ્યા, CM એ કર્યું વેલકમ

ગુજરાતની મુલાકાતે પધારેલા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનું રાજકોટ એરપોર્ટ ખાતે સ્નેહસભર સ્વાગત કર્યું છે. રાજકોટમાં આટકોટ ખાતેની નવનિર્મિત મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ માતુશ્રી કે. ડી. પી.ની મુલાકાત લીધી હતી. આ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું સંચાલન શ્રી પટેલ સેવા સમાજ દ્વારા કરવામાં આવે છે. તે ઉચ્ચતમ તબીબી સાધનો ઉપલબ્ધ કરાવશે અને પ્રદેશના લોકોને વિશ્વ કક્ષાની આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડશે. આ મુલાકાત પછી પ્રધાનમંત્રી જાહેર સમારોહમાં સંબોધન કરશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ શુક્રવારે રાત્રે રાજકોટ આવી પહોંચ્યા હતા. તેઓએ સર્કિટ હાઉસમાં કલેકટર સહિતના અધિકારીઓ સાથે તત્કાલ બેઠક કરી હતી. જે વડાપ્રધાનની આટકોટ ખાતેની મુલાકાતને લઈને હતી.

વડાપ્રધાન મોદી આટકોટમાં: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તા. ૨૮ મે, ૨૦૨૨ના રોજ આટકોટ ખાતે પટેલ સમાજ સંચાલિત કે.ડી.પરવાડીયા હોસ્પિટલનું લોકાર્પણ થનાર છે. વડાપ્રધાનના આગમન પૂર્વે આ કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. વડાપ્રધાનના કાર્યક્રમનું સુચારુ આયોજન નિશ્ચિત કરવા માટે કલેકટર અરુણ મહેશ બાબુ અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ સભા સ્થળનું જાત-નિરીક્ષણ કર્યું હતું. સ્ટેજ પર મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, સ્ટેજ ડેકોરેશન, પી.એમ. લોન્જ, મીડિયા લોન્જ, એલ.ઈ.ડી.લાઈટિંગ, ફાયર સેફટી, ટ્રાફિક વ્યવસ્થા, મેડિકલ, લાઈવ પ્રસારણ સહિતની કામગીરીનું ફોલોઅપ લીધું હતું.

કલેટકર કમિશનર ખડે પગે: મુખ્ય સચિવ પંકજ કુમાર, કલેકટર અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટર કેતન ઠક્કર સહિતના અધિકારીઓ રાત્રે સર્કિટ હાઉસ ખાતે હાજર છે. આ તકે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી, ઉદયભાઈ કાનગડ, જયમીન ભાઈ ઠાકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW