પીએમ મોદી રાજકોટના આટકોટમાં બની રહેલી હોસ્પિટલના લોકર્પણ કરવાના છે. આટકોટમાં PMના કાર્યક્રમને લઈને ટ્રાફિક ડાઈવર્ટ કરવામાં આવ્યો છે. ખાસ તો રાજકોટ-ભાવનગર હાઇવે પર શનિવારે સવારે 6 થી બપોરે 3 ટ્રાફિક ડાઈવર્ટ રહેશે. ST સિવાયના ભારે તથા કોમર્શિયલ વાહનો, ખાનગી ટ્રાવેલ્સ માટે ડાઈવર્ટ રૂટનું જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે.
ખાસ નોંધી લો આ રૂટ
*ગોંડલથી ભાવનગર તરફ જતો ટ્રાફિક મોટા દડવા, કાનપર, સાણથલી, વાસાવડ, બાબરા થઈ ભાવનગર તરફ ડાયવર્ટ
*વીંછીયાથી ગોંડલ તરફ જવા માટે કડુકા, કમળાપુર, ભાડલા, સરધાર, કોટડાસાંગાણી થઈ ગોંડલ જવાશે
*રાજકોટથી ભાવનગર જવા સરધારથી, ભાડલા, કમળાપૂર, જસદણ, ખાનપર, બાબરા થઈ ભાવનગર જઈ શકાશે

આરોગ્ય માળખું મજબૂત: 40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ હોસ્પિટલ વિશે તેના મેનેજીંગ ટ્રસ્ટી અને ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોધરાએ જણાવ્યુ કે, સૌરાષ્ટ્રને આરોગ્ય ક્ષેત્રે મોટી ભેટ કહી શકાય. જેમાં કેન્સર, ડાયાલિસીસ સહિત ગંભીર બીમારીઓની સારવાર કરવા માટેની સુવિધા હશે. માત્ર જસદણ જ નહીં અમરેલી અને ભાવનગર જિલ્લાના દર્દીઓને પણ તેમાં સારવાર મળશે. પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં બાળકો માટે NICUની પણ ખાસ સુવિધા છે. આધુનિક ટેકનોલોજી થી સજ્જ ઓપરેશન થિયેટર છે.

