HomeGujaratપાકિસ્તાનમાં ઇમરાનના સમર્થકો અને સેના સામસામે, ગૃહયુદ્ધ જેવા હાલ

પાકિસ્તાનમાં ઇમરાનના સમર્થકો અને સેના સામસામે, ગૃહયુદ્ધ જેવા હાલ

પાકિસ્તાનમાં સંસદ-બરબાસી કરીને નવી ચૂંટણીની માંગ સાથે પુર્વ વડાપ્રધાન ઈમરાનખાનની વિવેધ માર્ચ હવે પાટનગર ઈસ્લામાબાદમાં પહોંચે તે પુર્વે જ દેશના અનેક ભાગોમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ છે. બે માસ પુર્વે બહુમતી ગુમાવીને સતા છોડવા મજબૂર બનેલા પુર્વ વડાપ્રધાન ઈમરાનખાન ‘આઝાદી-કૂચ’નું નેતૃત્વ કરતા ઈસ્લામાબાદ પહોંચીને ગયા છે અને તેમના હજારો સમર્થકો પણ દેશના અલગ અલગ ભાગમાંથી ઈસ્લામાબાદ પહોચવા લાગ્યા છે.

હિંસક દેખાવ: ગઈકાલે રાત્રીના ઈસ્લામાબાદના અનેક ક્ષેત્રમાં ઈમરાનના ટેકેદારોએ હિંસક દેખાવો કર્યા હતા. વડાપ્રધાન કાર્યાલય સંસદભવન સહિતના ક્ષેત્રોમાં સેના ગોઠવવામાં આવી છે તથા પાક પોલીસ આ દેખાવો અને કૂચને રોકવા માટે ઠેર ઠેર બેરીકેડ ગોઠવી છે અને અનેક સ્થળોએ દેખાવકારોને વિખેરવા ટીયરગેસ- વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. પુર્વ વડાપ્રધાન ઈમરાનખાને આગામી છ દિવસમાં દેશમાં નવી ચૂંટણી જાહેર કરવા માંગ સાથે અલ્ટીમેટમ આપ્યુ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW