HomeGujaratમોરબી,હળવદ પત્તાપ્રેમીને ઝડપી લેતી પોલીસ,રૂ.3.56 લાખનો મુદામાલ જપ્ત

મોરબી,હળવદ પત્તાપ્રેમીને ઝડપી લેતી પોલીસ,રૂ.3.56 લાખનો મુદામાલ જપ્ત

મોરબીમાં અલગ અલગ સ્થળે ચાલતા જુગારના હાટડા પર પોલીસે દરોડો પાડ્યો હતો અને હળવદના રણમલ પુરમાં જુગાર રમતા 7 જુગારી દિલીપ કરશન વામજા,હરીશ દલીચંદ લોરીયા,પ્રકાશ ગોરધન કણઝારીયા,હરેશ ખીમજી ચાડમિયા,ચિંતન નટવરભાઈ સુરાણી,દિનેશ ઠાકરશી આજોલિયા,મનસુખ શામજીભાઇ વરમોરા સહિતના ઝડપાયા હતા અને તેની પાસેથી રૂ.1.66 લાખ રોકડ અને અન્ય મુદામાલ મળી કુલ 3.36 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.હળવદ પોલીસે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસના અન્ય એક દરોડામાં મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા ડાયાભાઇ કાનજીભાઇ સોલંકી , કાળુભાઇ લક્ષ્મણભાઇ મકવાણા, જયુભા દેવીદાનભા દેવસુર, ગણેશભાઇ રણછોડભાઇ ઝાપડા, અને દિનેશભાઇ રૂપાભાઇ વાઘેલાને ઝડપી લઈ રોકડા રૂપિયા 20,800 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે બી ડિવિઝન પોલીસે સામાકાંઠા વિસ્તારમાં કુળદેવી પણ પાસે નાલા પાછળ જાહેરમાં જુગાર રમતા પ્રવિણભાઇ બેચરભાઇ પંચાલા, અને રાકેશભાઇ ભુપતભાઇ સકેરાને ઝડપી લીધા હતા અને રોકડા રૂપિયા 800 કબ્જે કરી બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW