HomeGujaratમોરબીમાં આડેધડ લાગેલ બમ્પ પર લાગી બ્રેક, ચીફ ઓફિસરે કરાર રદ કરી...

મોરબીમાં આડેધડ લાગેલ બમ્પ પર લાગી બ્રેક, ચીફ ઓફિસરે કરાર રદ કરી એજન્સીનું બીલ અટકાવ્યુ

મોરબી નગરપાલિકા શેરીઓ અને ગલીઓમાં છેલ્લા કેટલાક મહિનાથી મુખ્ય માર્ગો હોય કે શેરી ગલીઓમાં આડેધડ બમ્પ નાખવામાં આવી રહ્યા હતા. કેટલીક શેરીમાંતો 500 મીટરના અંતરે 5થી વધુ બમ્પ ખડકી દીધા હતા.મોરબીના દરબાર ગઢથી નેહરૂગેટ ચોક વચ્ચે અગાઉથી અનેક ડામર બમ્પ લગાવેલ હોવા છતાં પ્લાસ્ટિકના બમ્પ ખડકી દેવામાં આવ્યા હતા. લગાવેલ બમ્પ પણ હલકી ગુણવત્તાના હોવાથી ઘણા બધા વિસ્તારમાં તુટવા લાગ્યા હતા. શહેરના નગરસેવકો,અધિકારી સાથે બમ્પ લગાવવા અંગે કોઈ પણ પ્રકારના વિચાર વીમર્સ કર્યા વિના આડેધડ બમ્પ ખડકી દેવા અંગેની ફરિયાદ ઉઠી હતી.જે બાદ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાએ આ અંગે તપાસ હાથ ધરી હતી જેમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી જેમાં આજથી 5 વર્ષ પહેલા બનાસકાંઠાની હિતેષ ત્રિવેદી નામની પેઢીને ઓફલાઇન ટેન્ડર આપવામાં આવ્યું હતું. જોકે તે બાદ આગળ કોઈ કાર્યવાહી ન થતા તેણે ડિપોઝીટ પરત લેવા અરજી કરી હતી જોકે પાલિકાએ 2020માં રૂ 5 લાખની કિંમતની મર્યાદામાં બમ્પ ફિટ કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને તત્કાલીન ચીફ ઓફિસરે કામગીરી શરૂ કરવી હતી. જોકે આ એજન્સીએ ટ્રાફિક પોલીસ,પાલિકાના ઈજનેર કે ટેકનિકલ ટીમને સાથે રાખ્યા વિના કે તેના કોઈ પણ પ્રકારના માર્ગદર્શન વિના આડેધડ બમ્પ ખડકી દીધા હતા અને અલગ અલગ સમયે રૂ 10 લાખ,14 લાખ તેમજ 17 લાખ એમ ફુલ 41 લાખની કિંમતના બિલ મૂકી દીધા હતા અને આ બિલનું ચુકવણું પણ કરી દેવાયુ હતું.
આ ચુકવણી થયેલ બીલમાં એજન્સીએ ક્યાં ક્યાં બમ્પ મુક્યા તે અંગે તપાસ કરાવી હતી તેમજ એજન્સીને નોટિસ આપી તેને ક્યાં ક્યાં કેટલા બમ્પ ફિટ કર્યા તે અંગે જીપીએસ લોકેશન સાથેની માહિતી સાથે ખુલાસો માગ્યો હતો જોકે એજન્સીએ કોઈ ખુલાસો કર્યો ન હતો તેમજ બીજા બે બિલ મૂકી દીધા હતા જે બિલ પણ અટકાવી દેવામાં આવ્યા છે અને એજન્સીનો કરાર રદ કરવામાં આવ્યો હતો.

એજન્સીને ઓફલાઇન ટેન્ડર અપાયું હતું અને તે અંગે સામાન્ય સભામાં પણ કોઈ ઠરાવ સામે આવ્યો નથી.આ ઉપરાંત એજન્સીએ પાલિકાની સાથે કન્સલ્ટેશન કર્યા વિના કે ટ્રાફિક બ્રાન્ચને જાણ કર્યા વિના બમ્પ લગાવેલ.હોવાથી નોટિસ આપી લેખિત ખુલાસો આપવા હાલ જ્યાં જ્યાં પણ બમ્પ લાગેલ છે તેના ફોટોગ્રાફ,લોકેશન જે વિસ્તારમાં પાલિકા કાઉન્સીલર દ્વારા લેખિત સૂચના આપેલ. છે કે કેમ વગેરે બાબતોનો ખુલાસો કરવા જણાવ્યું છે અને એજન્સીના હાલ 2 બિલ અટકાવી દેવામાં આવ્યા છે. અને જ્યાં સુધી યોગ્ય જવાબ નહિ મળે ત્યાં સુધી બિલ અટકાવશે તેમ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાએ જણાવ્યું હ

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW