HomeGujaratમોરબી: વિજચોરી રોકવા PGVCL સકંજો કસ્યો 30 ટીમે રૂ.97.13 લાખની ગેરરીતિ પકડી

મોરબી: વિજચોરી રોકવા PGVCL સકંજો કસ્યો 30 ટીમે રૂ.97.13 લાખની ગેરરીતિ પકડી

મોરબી સર્કલ વિસ્તારમાં મોટા પાયે વીજ ચોરી થતું હોવાથી વીજલોસનું પ્રમાણ વધ્યું છે જે બાદ મોરબી પીજીવીસીએલ દ્વારા તા.16થી 21 દરમિયાન વીજ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં મોરબી,ભુજ જામનગર અને અંજાર એમ સ્થળની 30 ટીમ દ્વારા મોરબી જિલ્લાના હળવદ, ચરાડવા,સરા, વાંકાનેર,ટંકારા, મોરબી શહેર વગેરે સ્થળોમાં ચેકિંગ કરતા કુલ 2926 રહેણાંક,30 કોમર્શિયલ અને 10 ખેતીવાડી મળી કુલકુલ 2966 કનેક્શનમાં ચેકિંગ હાથ ધર્યું હતું.


આ ચેકિંગ દરમિયાન 338 રહેણાંક મકાન,9 કોમર્શિયલ અને ક ખેતીવાડી એમ કુલ 348 કનેક્શનમાં ગેરરીતિ સામે આવી હતી.પીજીવીસીએલની ટીમ દ્વારા રૂ.84.25 લાખના રહેણાંક,રૂ.12.78 લાખના કોમર્શિયલ કનેકશન તેમજ ખેતીવાડીમાં રૂ.10 હજારની ગેરરીતિ પકડાઈ હતી. પીજીવીસીએલ દ્વારા આ ગેર રીતી કરતા કનેક્શન ધારકોને આકરો દંડ ફટકાર્યો હતો.તેમજ તેમના વીજ કનેક્શન પણ કાપી લેવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW